તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘ફ્રીડમ ફ્રોમ પોવર્ટી ફાઉન્ડેશન' (એફએફપીએફ) આંતરરાષ્ટ્રીય આરોગ્ય ક્ષેત્રે સેવા કરતી સંસ્થા છે, જેમણે મોન્ટ્રીયલ કેનેડા માટે કચ્છી ઉદ્યોગપતિ હેમંત એમ. શાહને જાહેર નિયામક, મીડિયા અને સરકારી સંબંધોના ડાયરેકટર પદ માટે નિમણૂક કરી છે.
શાહ આંતરરાષ્ટ્રીય વેપારના પ્રમોશન અને વિકાસમાં 4 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા વિચારશીલ અને સમાજસેવી વિચારધારા ધરાવતા કુશળ ઉદ્યોગપતિ છે. તેણે એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સફળતાપૂર્વક નિકાસની તકો સ્થાપિત કરી છે. તેમને વેપારી સમુદાયો અને સરકારો તરફથી અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. તેમના યોગદાનથી ભારત અને કેનેડા વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોમાં એક સીમાચિહ્ન સર્જાયું છે. તેમની નિયુક્તિ બાબતે જણાવે છે કે, વતનની સેવા કરવાનો મોકો મળ્યો છે. પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રથમ ભારતીય તરીકે નિમણૂક થવા બદલ કચ્છી તરીકે ગર્વ અનુભવું છું. ત્રણ દાયકાથી પણ વધુ સમયથી એફએફપીએફે ગરીબીના ચક્રને તોડવામાં મદદ કરવા માટે ભારતના વંચિત સમુદાયો સાથે કામ કર્યું છે.
ઘણા વર્ષોથી ફાઉન્ડેશન નિઃશુલ્ક વિવિધ પ્રકારની કુશળતા અને સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં આ સંસ્થાનું કાર્ય નોંધનીય છે. શિક્ષણ સુધારા અને ગરીબીથી મુક્ત થવાની અત્યારે કામગીરી સાથે અત્યાર સુધી 2,50,000 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ઇટાલીના ઓર્થો સર્જન ડૉ. બ્રુનો માસ્ટ્રોપાસ્કા દ્વારા હાથ પગ પ્રત્યાર્પણની સેવા ઉપલબ્ધ થશે.સાન્તા કેબ્રીની હોસ્પિટલના એનેસ્થેસિયાના ડિપાર્ટમેન્ટના ચીફ અને ફાઉન્ડેશનના પ્રમુખ ડો. શિવેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, હું તેમને અમારી ટીમમાં આવકારું છું અને શુભકામના પાઠવીશ. હું આશા રાખું છું કે હેમંત શાહ તેમની કુશળતાથી મદદ કરશે તથા વિકાસના પાયાના પથ્થર બનશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.