તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:કચ્છના ઉદ્યોગપતિ અને સમાજસેવી કાંતિસેન શ્રોફનું 97 વર્ષની જૈફ વયે ટૂંકી બીમારી બાદ અવસાન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં વાવઝોડા અને ભૂકંપ સમયે અનેક સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતા

કચ્છના ઉદ્યોગપતિ, સમાજસેવી અને કાકા તરીકે ઓળખાતા કાંતિસેન શ્રોફનું આજે 98 વર્ષની જૈફ વયે ભૂજના કુકમા ખાતે નિધન થયું છે.ઉધોગપતિ અને સમાજસેવી કાંતિસેન શ્રોફ કચ્છમાં 'કાકા'ના હુલામણા નામે ઓળખાતા હતા. તેમના દ્વારા અનેક સ્વૈચ્છિક સસ્થોની રચના, સહયોગ સાથે ગ્રામ ઉત્થાનના કાર્યો કરવામાં આવ્યા છે. તેની સાથે એક્ષેલ ઇન્દ્રસ્ટ્રીઝ, એગ્રોસેલ કંપનીના સંચાલન અને સંચાલકના રૂપથી જાણીતા હતા.

'કાકા' દ્વારા કૃષિ ક્ષેત્રે અનેક પ્રયોગો દ્વારા ખેડૂતોને નવી ટેક્નિક વિકસાવવા માર્ગદર્શન પૂરું પાડવા સાથે વધુ પાક લેવા માટે 1995માં એગ્રોસેલ કંપનીની સ્થાપના કરી હતી. અને સુદ્રઢ ખેતી માટે રિસર્ચ , ખાતર, અને બિયારણ પુરી પાડતા ઉધોગ એકમોની સ્થાપના કરી છે , આ એકમો કચ્છના ભૂજ, માંડવી, કોઠારા(અબડાસા) અને અમદાવાદ ખાતે આવેલા છે. આ પહેલા તેમણે મુંબઇ એક્ષેલ ઇન્દ્રસ્ટ્રીઝ સાથે જોડાઈને ઉધોગ જગતની તાલીમ સાથે જોડાયા હતા. તેમના મોટા ભાઈના અવસાન બાદ આ કંપનીને તેઓ નવી ઊંચાઈ તરફ લઈ જવામાં સફળ રહ્યા હતા.

કચ્છના વિનાશક વવાઝોડા અને ભુકમ્પ વખતે તેમને અનેક સમાજ ઉપીયોગ કર્યો કર્યા હતા. ખાસ કરીને તેમાં ઉલ્લેખ કરવામાં આવે તો' સૃજન ' નામની સંસ્થા દ્વારા હસ્ત કારીગરી માટે વિશેષ સેવા આપી હતી, તેમજ ભુકંપ બાદ 20 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને એક મંચ હેઠળ જોડી કચ્છ નવ નિર્માણ અભિયાન સંસ્થાની સ્થાપના કરી હતી. જેના દ્વારા તેઓ સામાજિક સેવાનું દાયિત્વ નિભાવતા રહ્યા હતા.

તેમની સેવા ભાવના માટે અને નામી અનામી સંસ્થાઓ અને સરકાર દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયા હતા. એવા કાકા કાન્તિસેનજીના અવસાનના પગલે કચ્છના કૃષિ ક્ષેત્ર, ઉધોગ જગત અને સેવાકીય સંસ્થા સહિતના લોકોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. માજી ધારાસભ્ય તારાચંદ છેડા દ્વારા તેમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...