ઉજવણી:કચ્છની સરહદ ડેરી દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિતે 71 હજાર વૃક્ષોનું વાવેતર કરશે, આજે ડેરી ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવી તાલુકના બીડદા ખાતે પણ એકજ દાતા પરિવાર પંચાયતના સહયોગથી 71 હજાર વૃક્ષારોપણ કરશે

અંજાર તાલુકાના મોટી રેલડી પાસે આવેલી સરહદ ડેરીના સંકુલમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિન નિમિતે વૃક્ષારોપણ, વૃક્ષ વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

સરહદ ડેરી ખાતે આજે વડાપ્રધાનના જન્મદિન નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા પશુપાલકોના આર્થિક વિકાશ માટે 2009માં સહકારી દૂધ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જે પશુપાલકો માટે ખુબ ઉપીયોગ સાબિત થઈ છે અને હવે દૂધ સંઘ દ્વારા દુધના ભાવમાં રૂ. 10 નો વધારો કરવામાં આવતા પ્રતિ કિલો રૂ. 690 પ્રમાણે પશુપાલકોને માસિક રૂ એક કરોડનો ફાયદો થવાનું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતુ.

સરહદ ડેરી ના પ્લાન્ટમાં આજે 35 હજાર વૃક્ષો નું રોપણ અને વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 71 હજાર છોડનો ઉછેર કરવામાં આવશે એવી માહિતી જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિપુર રાજાભાઈ બ્લડબેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 80 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. આગામી સમયમાં રેડક્રોસ અને રોટરી કલબ જેવી સામાજિક સંસ્થાના સહયોગથી બ્લડ બેન્ક બનાવવાની નેમ પણ અહીં વ્યક્ત કરવામાં આવી હતી.

બીજી તરફ માંડવી તાલુકાના બીડદા ગામ ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં 71 હજાર વૃક્ષારોપણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગ સાથે કુલ 150 એકર જમીનમાં 71 હજાર વૃક્ષારોપણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...