તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Kutch Border Alert Amid Explosive Situation On LOC, Troopers Increase Patrolling Across Desert, Creek And Sea Border

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજન્સીઓ સતર્ક:LOC પર વિસ્ફોટક સ્થિતિ વચ્ચે કચ્છ સરહદે જવાનો એલર્ટ, રણ-ક્રીક અને દરિયાઇ સરહદે પેટ્રોલિંગમાં કર્યો વધારો

નારાયણ સરોવર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • સામે પાર પાકિસ્તાનની વધતી હલચલ વચ્ચે ભારતની એજન્સીઓ સતર્ક

દિવાળીના એક દિવસ પહેલાં જ જમ્મુ પાસે ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. ત્યાર પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 8થી 11 પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા. આ તણાવ વચ્ચે દેશની તમામ પશ્ચિમિ સરહદ પર હાઇ અલર્ટ જાહેર કરી દેવાયું છે. કચ્છમાં પણ જવાનો દિવાળીની સાદગીથી ઉજવણી કરવાની સાથે પેટ્રોલીંગમાં વધારો કર્યો છે. કોઇ નાપાક કાંકરીચાળો ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો મુજબ જમ્મુ સરહદે એલઓસી પાસે ભારતના 4 જવાન શહીદ થયા છે અને 6 નાગરિકનાં પણ મોત થયાં છે. ભારતીય સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના ઠાર મરાયેલા જવાનોમાં બે-ત્રણ તેની એસએસજી સેવાના કમાન્ડો પણ છે, જ્યારે 10થી 12 પાક. સૈનિકોને ઇજા થઈ હોવાનું મનાય છે.એલઓસી પાસે સ્થિતિ સ્ફોટક છે. તેની અસર પાકિસ્તાનને અડીને આવેલી અન્ય સરહદો પણ જોવા મળી રહી છે. આ તમામ સરહદો પણ સુરક્ષા વધારે મજબૂત કરી દેવામાં આવી છે. એક બાજુ વડાપ્રધાન મોદી જૈસલમેર ખાતે લોંગેવાલા પોસ્ટ ખાતે જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

તેના કારણે પણ રાજસ્થાનથી લઇને કચ્છની રણ અને ક્રીકની બોર્ડર પર જવાનો વધારે સતર્ક છે. કોઇ નાપાક કાંકરીચાળો ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જવાનોએ પેટ્રોલીંગમાં વધારો કરી દીધો છે. તો ક્રીકો અને સાગરમાં બોટો વડે પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે. પોતાના પરિવારથી દૂર બીએસએફના જવાનો રણ અને ક્રીકોમાં ફરજ પર છે. જેના પર દેશ ગર્વ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો