તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટિકલ:કચ્છ ભાજપે કોંગ્રેસના શાસનમાં લદાયેલી કટોકટીના દિનને કાળા દી’ તરીકે યાદ કર્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીડિયા અને વાણી સ્વતંત્રતા પર પ્રતિબંધને સરમુખત્યારશાહી ગણાવી

કચ્છ ભાજપે 1975ની 25મી જૂને કોંગ્રસના શાસન દરમિયાન લદાયેલી કટોકટીને 25મી જૂને કાળા દિવસ તરીકે યાદ કર્યો હતો અને મીડિયા પર સેન્સરશીપ, વાણી સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકીને સરમુખત્યારશાહી લાદવામાં અાવી હતી. જેને દેશવાસીઅોના માનસપટ પરથી ભૂંસી શકાય અેમ નથી. અેવું કહીને ભાજપ કાર્યાલય પાસે કાર્યક્રમ યોજવામાં અાવ્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ઈમરજન્સીથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. પ્રજા પાસેથી હક્કો છિનવી લઈને લોકતંત્રની હત્યા કરી સમગ્ર વિશ્વમાં વખણાતી ભારતની લોકશાહીને લજવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીઅે સમયે સમયે પોતાની દેશહિતમાં ભૂમિકા ભજવી છે. અેવું અખબારી યાદીમાં કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈનચાર્જ સાત્વિકદાન ગઢવીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...