તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:કચ્છ ભાજપ દ્વારા સેવા સપ્તાહ ઉજવણીની કરાઈ શરૂઆત

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અનુસંધાને સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ભુજ ખાતે યોજાયા હતા. શહેરના આર.ટી.ઓ. સર્કલ થી આત્મારામ સર્કલ સુધી જોડતા રીંગ રોડ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ત્યાર બાદ પ્રમુખસ્વામી નગર સ્થિત શાંતિ સ્મૃતિવન ખાતે 70મા જન્મ દિવસ નિમિતે 70 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર યુવા ભાજપ દ્વારા જીવન જ્યોત બ્લડ બેંક ખાતે તેમજ ભુજ તાલુકા યુવા ભાજપ દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોકત બંને રકત શીબીરોમાં 70 જેટલી બોટલ રૂધિર એકત્ર કરાયું હતું.

ટાઉનહોલ મધ્યે સિત્તેર જેટલા દિવ્યાંગોને કૃત્રિમ અંગ તેમજ ટ્રાયસીકલ, વહીલ ચેર, સ્ટીક, હીયરીંગ મશીન જેવા વિવિધ ઉપયોગી સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમુલ મિલ્ક ફેડરેશનના વાઈસ ચેરમેન અને કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલે એલાન કર્યું હતું કે, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના હેઠળ સરહદ ડેરીના માધ્યમથી જિલ્લાભરના 50 હજાર જેટલા લોકોનો વિમો ઉતારવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ સરહદ ડેરી ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...