તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનરાધાર:કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર સોમનાથમાં 6, માંગરોળ-દ્વારકામાં 3 ઇંચ વરસાદ

ભુજ/જામનગર/ પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પૂર નખત્રાણામાં વહી નીકળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. - Divya Bhaskar
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પૂર નખત્રાણામાં વહી નીકળતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.
  • ખંભાળિયામાં અઢી ઇંચ,જામજોધપુરમાં અડધો ઇંચ, જામનગર, જોડિયા, લાલપુરમાં હળવા ઝાપટા
  • લોપ્રેશરથી દરિયો ગાંડોતુર બનતા બંદરો પર 3 નંબરના સિગ્નલો લાગ્યાં
  • જસદણમાં 1, મોરબી, ધોરાજીમાં અડધો ઇંચ
  • કલ્યાણપુર અને હર્ષદ પંથકમાં બપોરે લગભગ બે કલાકમાં જ મુશળધાર સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો

મેઘાવી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટાં વચ્ચે છ ઈંચ વરસાદ પડ્યો હતો. સોમનાથમાં ધોધમાર 6 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં કોલેજ બિલ્ડિંગ પર વીજળી પડતાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોને રાહત થઈ હતી.મોરબીમાં 12 મીમી, વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 6 મીમી વરસાદ પડ્યાનું નોંધાયું હતું. મોરબી અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ અને ધોરાજીમાં પણ ઝાપટાંએ ધરા ભીંજવી હતી.

વેરાવળમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
વેરાવળમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ કૃપા કરી હોય એ પ્રકારે ધીમીધારે વરસાદ આવી રહ્યો છે. મોટીપાનેલીમાં પણ વરસાદના લીધે માર્ગો પર પાણી વહેતા થઇ ગયા હતા. જસદણમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગર અને દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘ મુકામ રહ્યો હતો. જેમાં કલ્યાણપુર પંથકમાં કલ્યાણપુર પંથકમાં બપોરે ધોધમાર ૩ ઇંચ થી વધુ પાણી વરસ્યું હતું. જ્યારે યાત્રાધામ દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ખંભાળિયામાં અઢી ઇંચ વરસાદના પગલે માર્ગો પર પાણી વહેતા થયા હતા.

જ્યારે જામજોધપુર પંથકમાં સાંજ સુધીમાં ૧૦ મી.મી પાણી વરસ્યું હતું. જોડીયા, લાલપુર અને જામનગરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા.જયારે પોરબંદરમાં સવા બે ઇંચ, રાણાવાવમાં 1 ઇંચ અને કુતિયાણામાં ઝાપટાં પડ્યા છે. પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં ગઇકાલે સાંજે એક કોલેજના નવા બની રહેલા બિલ્ડીંગની છત પર વિજળી પડી હતી. વિજળી પડી ત્યારે છત પર કેયુર જોષી અને યશ મકવાણા ઊભા હતા. છતની વચ્ચોવચ વિજળી પડતાં તેમાં ખાડો પડી ગયો હતો. અને બંને ઘાયલ થયા હતા. જેમાં કેયુર જોષીને ખભા પાસે ઈજા થઈ હતી.

ઊનામાં અડધો ઇંચ, કોડીનારમાં દોઢ ઇંચ, ગિરગઢડામાં દોઢ ઇંચ, તાલાલામાં પોણો ઇંચ, વેરાવળમાં 6 ઇંચ અને સુત્રાપાડામાં અઢી ઇંચ જયારે જૂનાગઢમાં 1 ઇંચ, કેશોદમાં સવા બે ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ, મેંદરડામાં પોણો ઇંચ, માંગરોળમાં 3 ઇંચ, માણાવદરમાં પા ઇંચ, માળિયા હાટીનામાં દોઢ ઇંચ, વંથલીમાં 1 ઇંચ અને વિસાવદરમાં પોણો ઇંચ અને ખાંભામાં 2 ઇંચ, લાઠીમાં 2 ઇંચ, અમરેલી 1 ઇંચ, સાવરકુંડલામાં સવા ઇંચ, બાબરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર જારી રાખી હતી. સોમનાથ-વેરાવળમાં 6 ઇંચ, સુત્રાપાડામાં અઢી ઇંચ, કોડીનારમાં દોઢ ઇંચ, ગિરગઢડામાં દોઢ ઇંચ, તાલાલામાં પોણો ઇંચ વરસાદ થયો હતો. પોરબંદર પંથકમાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક મહે મહેર થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા અને લાઠીમાં 2 ઇંચ પાણી પડ્યું હતું.

ભુજ, નખત્રાણા, મુન્દ્રા, અબડાસા અને લખપત પંથકમાં અડધોથી બે ઇંચ પાણી પડ્યું હતું. નખત્રાણાના ઉપરવાસમાં ભારે વરસાદ થયા બાદ તેનું પૂર નખત્રાણામાં વહી નીકળતાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર મુકામ કર્યો હતો જેમાં કલ્યાણપુરમાં બપોરે ચારેક કલાકમાં ધોધમાર ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો.યાત્રાધામ દ્વારકામાં વિજળીના કડાકા ભડાકા સાથે પોણા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

વીજળી પડતા 4 ભેંસ અને 55 બકરાંનાં મોત
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડામાં મંગળવારે બપોરે વીજળી પડતા બે ભેંસના મૃત્યુ થયા હતા.જયારે રણજીતપુર પંથકમાં વીજળી પડતાં એક ભેંસનું મોત થયું હતું. ભચાઉ તાલુકાના ચોબારીની સીમમાં માલધારી ભેંસો ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડી હતી. જેમાં 1 ભેંસ ભડથુ થઇ ગઇ હતી. કચ્છમાં માતાનામઢમાં વીજળી પડતા 55 બકરાના મોત થયાં હતાં.

નવલખીમાં ત્રણ નંબરનું સિગ્નલ
દરિયામાં ભારે પવનની શકયતા સેવાઈ રહી છે, જેથી સૌરાષ્ટ્રના અલગ અલગ પોર્ટમાં 3 નમ્બરનું ભયસૂચક સિગ્નલ મુકવામાં આવ્યું છે, ત્યારે મોરબીના એક માત્ર નવલખી પોર્ટમાં પણ 3 નમ્બરનું સિગ્નલ લગાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં પણ ક્યાંક માધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...