તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કુનરિયાની આફત નિવારણ અને સજ્જતા સમિતિએ કોરોનાને હંફાવ્યો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ વર્ષે મનરેગામાં 32621 માનવ દિન સાથે રૂ.66.12 લાખની કામગીરી

ભુજના કુનરિયામાં આફત નિવારણ અને સજ્જતા સમિતિએ કોરોનાને હંફાવ્યો હતો અને ગ્રામજનોના સહકારથી ચાલુ વર્ષે મનરેગામાં 32621 માનવ દિન સાથે રૂ.66.12 લાખની કામગીરી કરાઇ હતી. લોકડાઉન-2ની જાહેરાત બાદ પંચાયતે વધુ સતર્કતા દાખવી ગામ લોકોને ભયાનક વાઇરસથી બચાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. પબ્લિક એનાઉન્સમેન્ટના તમામ સાધનો લાઉડ સ્પીકર, ફોન કોલ, મેસેજ પોર્ટલ્સ, સોશ્યલ નેટવર્ક, પોસ્ટર અને રિક્ષા દ્વારા જાહેરાત કરી, લોકો વારંવાર સાબુથી હાથ ધોવે અને ગંદા હાથ, નાક અને મોઢા પર ન લગાવે એ માટે માર્ગદર્શન અપાયું હતું.

જાહેર સ્થળોએ હાથ ધોવાના લિક્વિડ શોપ, તમામ શેરીઓ ટ્રેક્ટર સાથેના મશીન દ્વારા સેનિટાઈઝ કરાઇ હતી. પંચાયત દ્વારા અત્યાર સુધી 70 હજાર માસ્ક વિતરિત કરાયા છે. નિયમિત ઘરો ઘર મુલાકાત લઇ 3 વખત ડોર ટુ ડોર સર્વે કરી મોટી ઉમર અને ગંભીર બીમારી વાળી વ્યક્તિઓની ઓળખ કરી, અત્યાર સુધી કુનરિયાના 95 લોકોને કોરોનાની અપાઇ છે. આફત નિવારણ અને સજ્જતા સમિતિ દ્વારા લોકો સામાજિક અંતર રાખે, પોતાના મોઢા પર માસ્ક, રૂમાલ કે ગમછો બાંધે તે દિશામાં કામગીરી કરી હતી. 7થી 9 વચ્ચે દૂધ વિતરણ, 9થી11 વચ્ચે તમામ જરૂરી નિયમોના પાલન સાથે વેંચાણની છૂટ અપાઈ હતી. કોરોના મહામારીને મ્હાત આપવા ગામ હજુપણ સજ્જ હોવાનું સરપંચ સુરેશ છાંગાએ જણાવ્યું હતું.

શિક્ષકોએ ફળિયામાં જઇ બાળકોને ભણાવ્યા
લગભગ 11 મહિના પછી શાળા શરુ થાય તો સ્વાભાવિક રીતે બાળકોની હાજરી પર અસર થાય, તેથી બાળકોને એવું વાતાવરણ ફરી મળે તે માટે શાળા સમિતિ અને ગ્રામ પંચાયત દ્વારા “બેક તો સ્કૂલ “નામનું કાર્યક્રમ શરૂ કરી ફળિયાઓમાં ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જયાં શાળાના શિક્ષકો જઈ અભ્યાસ કરાવ્યો હતો.

નાણાં માટે ગામમાં અલાયદી વ્યવસ્થા
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવામાં લોકોને રોકડની જરૂર પડે તેમજ આ નાણાં લેવા માટે દુર સુધી બેંક, કચેરીએ ન જવું પડે એ માટે સંલગ્ન બેંક સાથે સંકલન કરી બેંકના સદસ્યોના સહયોગથી 189 જેટલા પરિવારો ગામમાં સ્થાનિકે જ નાણા ઉપાડી શકે એવી અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ હતી. દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ 90 પરિવારોને એક મહિના સુધી ચાલે એટલું રાશન અપાયું હતું. એટલું જ નહિં પંચાયતના પ્રયત્નોથી ગામના જ ખેડૂતો પણ સહયોગી બન્યા અને તેમણે જરૂરિયાતવાળા લોકોને મફત શાકભાજી આપવાની જાહેરાત કરી માનવતા મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો