તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:કુનરિયાની આંગણવાડી કાર્યકર પર પતિએ ધારિયાથી હુમલો કર્યો

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભુજ ખસેડાયા

ભુજ તાલુકાના કુનરીયા ગામે આંગણવાડીમાં નોકરી કરતા મહિલા કર્મચારી અને તેના પતિ વચ્ચે છેલ્લા થોડા સમયથી માથાકુટ ચાલે છે, અગાઉ પણ મારકુટ કરાઇ છે ત્યારે ગુરુવારે સવારે મહિલા આંગણવાડીમાં હતા ત્યારે તેના પતિ ત્યાં આવી ખભાના ભાગે ધારીયુ મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, કુનરીયા ગામે રહેતા શાંતાબેન દામજી શેખવા (ઉ.વ.38)ના પતિ દામજી ભીમા શેખવા પણ કુનરીયા ગામે રહે છે. તેમના વચ્ચે મતભેદ હોવાથી મારકુટ કરે છે અને અગાઉ પણ ઘણી વખત માથાકુટ થઇ છે. ગુરુવારે સવારે મહિલા આંગણવાડીએ હતા ત્યારે તેનો પતિ ત્યાં આવી ખભાના ભાગે ધારીયુ માર્યું હતું. ધાર્યુ લાગવાથી ગંભીર ઇજાઓ પહોંચતા ભાઇ હરેશ ફફલ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો