તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનદાન:જીકે જનરલ હોસ્પિટલમાં કુકમાના યુવાનને 27 દિવસે મળ્યું નવજીવન

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝેરી દવા પીધા બાદ નાજૂક હાલતમાં હોસ્પિટલ લવાયો હતો

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં નાજૂક હાલતમાં ખસેડાયેલા કુકમાનાા યુવાનને 27 દિવસની સારવાર સાથે નવજીવન મળ્યું હતું. આ યુવકે ઝેરી દવા પી લેતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો જેને મોતના મુખમાંથી તબીબોએ પાછો લાવ્યો હતો. 35 વર્ષીય હિતેશ પ્રજાપતિએ કોઈ અગમ્ય કારણોસર દવા પી જતાં જી.કે.માં ખસેડવામાં આવ્યો ત્યારે ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય સમાન જણાતા તાત્કાલિક વેંટીલેટર પર મૂકી સારવાર શરૂ કરાઇ હતી.

ડો. ચંદન ચુડાસમા અને ડો. અમિત મિસ્ત્રીના જણાવ્યા મુજબ દર્દીને ફેફસામાં ઇન્ફેકશન જણાતા કોલીસ્ટિન જેવા મોંઘા અને ભારે ઈંજેકશનની સારવાર આપવામાં આવી હતી. ડો. જયંતિ સથવારાએ કહ્યું હતું કે, 4 માર્ચે દાખલ કરાયેલા દર્દીની સ્થિતિ છેલ્લા 4 દિવસથી જણાતા ગુરૂવારે તેને રજા અપાઇ હતી. ડો. હિતાર્થી જોશી, ડો. અવિનાશ તિવારી, ડો. ફરહાન અને ડો. હાર્દિક ચૌધરી તથા નર્સિંગ સ્ટાફ સહભાગી થયા હતા. દર્દી સાથે રહેલા દિવ્યાબેને મોંઘી સારવાર વિનામૂલ્યે મળી રહેતા આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો