તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:કુકમા સંપની સફાઇએ જગાવ્યો વિવાદ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર સાફ કરવાના મશીનથી પાણીના ટાંકા સાફ કરવાના બહાને ભ્રષ્ટાચાર? : વિપક્ષી નગરસેવકો સમ્પે ધસી ગયા

ભુજ તાલુકાના કુકમા ગામે ભુજ શહેરને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવા 75 લાખ લીટરની સંગ્રહ શક્તિના ટાંકા છે. જેને સાફ કરવા ગટરની સફાઈ માટે રાખેલા સકર મશીનથી કામે લગાવાયા છે. જેના બિલ પાસ કરાવી ભ્રષ્ટાચાર અાચરવામાં અાવશે અેવું સ્થળ ઉપર ધસી જઈ નિરીક્ષણ કરનારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ભુજ નગરપાલિકાના વિપક્ષી નગરસેવકોઅે અાક્ષેપ કર્યો છે.

કુકમા સંપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, અંજલિ ગોર, ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા કાસમ સમા, મરીયમ હાસમ સમા, હમીદ સમા, અાઈશુબેન સમા, અજરણ ભુડિયા અને રમેશ વોરા સહિતના ધસી ગયા હતા. અેમણે જણાવ્યું હતું કે, 20થી 25 ફૂટ ઊંડા ટાંકામાં સકર મશીનથી કિચડ સાફ થઈ ન શકે. અેવું મશીનના અોપરેટરે પણ કબૂલ્યું છે. શહેરમાં અેક બાજુ ગટરની સમસ્યા યથાવત છે. અે ઉકેલાતી નથી અને સકર મશીનને પાણીના ટાંકા સાફ કરવા લગાડી દેવાયું છે. વિપક્ષી નગર સેવકોએ સમ્પ પર ધસી જઇ શાસક પક્ષની નીતિઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.

શહેરને પાણી પૂરું પાડતા 75 લાખ લીટરના ટાંકાની પાલિકા દ્વારા સફાઈ
ભુજ શહેરને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવા ભુજ તાલુકાના કુકમા ગામ પાસે 75 લાખ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતો ટાંકો છે. જેને સાફ કરવાની કામનગીરી ભુજ નગરપાલિકાઅે હાથ ધરી છે. જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા શુક્રવાર અને શનિવારે નર્મદાનું પીવાનું પાણી વિતરીત થવાનું નથી, જેથી અે બે દિવસ દરમિયાન લોડર, સુપર સકર મશીન દ્વારા ટાંકાની સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. જે કામગીરી દરમિયાન નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, ઘનશ્યામ સી. ઠક્કર, ઈજનેર ભાવિન ઠક્કર, કુનાલ ગઢવી, મનદીપ સોલંકીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...