તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:કચ્છમાં આગામી તા.26 અને 27ના રોજ કોવીશીલ્‍ડ અને કોવેક્સિન રસીકરણ મેગા ડ્રાઈવ યોજાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સુરક્ષાચક્ર મહાઅભિયાન કચ્‍છ અંતર્ગત રસીકરણ યોજાશે

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહ્યા છે કોરોનાની મહામારી બહાર નીકળવા માટે કોવિડ રસીકરણનું ખુબ જ મહત્‍વ છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ જેથી કોરોના સામે રક્ષણ મળી શકે. કોવીડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી. આ રસી લેવાથી કોવિડ સામે લડવાની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આ રોગપ્રતિકારક શકિત પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના કોરોના સામે લક્ષણ આપે છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં 9 લાખ 28 હજાર 338 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે ગામી 26 અને 27 તારીખે સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં કોવીશીલ્‍ડ અને કોવેક્સિન રસીકરણ મેગા ડ્રાઈવ કરવાનું આયોજન કરાયુ છે. આગામી 26 અને 27 તારીખે ગુરુવાર અને શુક્રવારના રોજ સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં કોવીશીલ્‍ડ અને કોવેક્સિન રસીકરણ મેગા ડ્રાઈવ કરવાનું આયોજન છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય અને જે વ્‍યકિતએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 28 દિવસ પુર્ણ થયેલ હોય તેમજ કોવીશીલ્‍ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 84 દિવસ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં રોજેરોજ કુલ 400 જગ્‍યા એ કોવીડ રસીકરણનું સેશન આયોજન કરવાનું થાય છે.

દરેક સેશન સાઈટ પર બે દિવસમાં ઓછામાં ઓછા 100 લાભાર્થીને રક્ષિત કરી શકાય છે તો આ મહાઅભિયાનમાં દરેક વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્‍લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો સહિત સૌ નાગરિકો, સામાજિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, સૌ આગેવાનો ને ઉત્‍સાહભેર ભાગ લેવા માટે કચ્‍છ જીલ્‍લા વહિવટીતંત્ર તરફથી અપીલ કરાઇ છે. જો કોઈ પણ સંસ્‍થા પોતાના વિસ્‍તારમાં મીનીમમ 50 ડોઝ કોવીશીલ્‍ડ/કોવેક્સિન રસીકરણનું આયોજન કરવા માંગતા હોય તો તેમણે સંબંધિત તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી અબડાસા ડો.એમ.કે.સિન્હા, અંજાર ડો.આર.એ.અંજારીયા, ભચાઉ ડો.નારાયણ સિંઘ, ભુજ ડો.ડી.કે.ગાલા, ગાંધીધામ ડો.ડી.એસ.સતરીયા, લખપત ડો.રોહીત ભીલ, માંડવી ડો.કે.પી.પાસવાન, મુન્દ્રા ડો.ક્રિષ્ણા ઢોલરીયા, નખત્રાણા ડો.એ.કે.પ્રસાદ અને રાપર ડો.પોલ હેમ્બ્રોમનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢક દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...