તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુથરીના યુવાનની રૂપિયા બાબતે હત્યા કરનાર કોઠારાનો આરોપી પકડાયો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડના પાઇપ માથા પર ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો
  • પોલીસે ઘણતરીના કલાકોમાં હત્યારાને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો

અબડાસાના કોઠારા ગામે રૂપિયાની લેતી-દેતીમાં સુથરીના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી બનાવમાં પોલીસે કોઠારા ગામના જ હત્યારા શખ્સને દબોચી લઇ ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. અપ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે રાત્રે અબડાસાના સુથરી ગામે રહેતા 52 વર્ષિય જયેશભાઈ શિવજીભાઈ રાજગોર નામના યુવકની હત્યા બાદ કોઠારા પોલીસે કોઠારાના જ ઇસ્માઇલ ઉમર સુમરા (ઉ.વ.45)ને શંકાસ્પદ તરીકે પોલીસ મથકે લઇ આવી પુછતાછ હાથ ધરતાં આરોપી ઇસ્માઇલે ગુનો કબુલી લીધો હતો. હતભાગી જયશભાઇ આરોપી પર રૂપિયા માંગતો હોવાથી બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.

દરમિયાન આરોપીએ મૃતકને લોખંડના પાઇપથી માથાના ભાગે ફટકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને કારણે હતભાગી યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બાદમાં આરોપીએ મૃતકની લાશને સ્થાનિક જગ્યાએથી અન્ય જગ્યાએ ઢસડીને લઈ જઈ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.

બનાવ અંગે મૃતકના ભાઇ પોપટભાઇ શિવજીભાઈ રાજગોરે આરોપી ઈસ્માઈલ ઉમરભાઈ સુમરા વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. કોઠારા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો ભેદ ઉકેલવાની કામગીરીમાં કોઠારા પોલીસ મથકના ફોજદાર જી.પી.જાડેજા, કુલદીપસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રાણા, એએસઆઇ ઉમેશ બારોટક, અલ્કેશ કરમટા, નીલેશ બગા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...