તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસ્ટમ વિભાગની બેદરકારી:કોટેશ્વર દરિયો, હરામીનાળામાં પાકિસ્તાની બોટના ખસ્તા હાલ

નારાયણ સરોવર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘુસણખોરી દરમ્યાન અવાર-નવાર ઝડપાતી બોટો
  • જાળવણીમાં કસ્ટમ વિભાગની પણ બેદરકારી છતી થઇ

કચ્છમાં ઘુસણખોરી દરમ્યાન અવાર-નવાર ઝડપાતી પાકિસ્તાની બોટની કસ્ટમ વિભાગ દ્વારા જાળવણી ન થતાં ભંગારમાં ફેરવાઇ ગઇ છે.

દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા કેફી દ્વવ્યો ઘુસાડવાની સાથે નાપાક પ્રવૃત્તિઓ અવિરત રહી છે. ઘુસણખોરી દરમ્યાન ઝડપાતી પાકિસ્તાની બોટનો કોર્ટના આદેશ બાદ નિકાલ કરાતો હોય છે. લખપત તાલુકાના તીર્થધામ કોટેશ્વરના દરિયા કિનારે અને હરામીનાળામાં પાકિસ્તાની બોટોના ખડકલા છે, જે લાંબા સમયથી પડી રહેતા અને હાલે દરિયાના મોજાના કારણે મોટાભાગની બોટ ભંગાર હાલતમાં છે.

જો કે, બોટમાંથી એન્જિન સહિતની કિંમતી વસ્તુઓ કસ્ટમ વિભાગ દ્વારા કાઢીને સલામત સ્થળે ન રખાતાં દરિયાના ખારા પાણીના કારણે બગડી ગયા છે. અધુરામાં પૂરું આવી કિંમતી વસ્તુ ગાયબ થઇ જાય તો કસ્ટમ વિભાગ કેવી રીતે તાળો મેળવશે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...