તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:નખત્રાણા કેવી હાઇસ્કુલનો વિદ્યાર્થી કોરોનો પોઝિટિવ, વિથોણમાં પણ બે કેસ નોંધાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય ખાતા દ્વારા શાળાના તમામ 562 છાત્રોનો ટેસ્ટ કરવામાં આવ્યો
  • અબડાસા ધારાસભ્ય શાળા સંકુલમાં પહોંચી જરૂરી સૂચના આપી

કચ્છમાં તા.5 ઓગષ્ટનાં અંતરાલ બાદ ફરી 19ના રોજ કોરોના કેસ સામે આવતા 12 દિવસ સુધી કોરોના મુક્ત રહેલો જિલ્લો સંક્રમિત થયો છે. કોવિડ કેસની સંખ્યામાં સતત ઉમેરા થતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

નખત્રાણાથી લખનભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર આજે નગરના કેવી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓનો આરોગ્ય વિભાગ દ્વારા RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટ દરમ્યાન 11માં વર્ગના સાયન્સના છાત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તુરંત તેની કોવિડ બીમારી અંતર્ગત સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ચિંતાની વાત એ હતી કે આ વિદ્યાર્થીને કોરોનાના કોઈજ લક્ષણ દેખાયા નથી.

ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા શાળા સંકુલની મુલાકાતે દોડી આવ્યા હતા
ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા શાળા સંકુલની મુલાકાતે દોડી આવ્યા હતા

નગરના હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ચાલતી કોરોના ટેસ્ટની કામગીરી દરમ્યાન એક છાત્ર પોઝિટિવ આવ્યો હોવાની ખબર મળતા અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્થળની જાત મુલાકાત લઈ સંપૂર્ણ શાળા સંકુલને સેનેટાઇઝ કરવાની અને શંકાસ્પદ જણાય તેને કોર્નટાઈન કરવાની સૂચના આપી હતી.

ગઈ કાલે નખત્રાણા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ સામે આવ્યા બાદ આજે નગરમાં અને તાલુકાના વિથોનમાં પણ દાદી પૌત્ર સંક્રમિત થયા હોવાનું માલુમ પડતા આ વિસ્તારમાં હાલ 4 કેસ સક્રિય બન્યા છે. તો આજ બપોરના 12 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 8 લોકો કોરોના બીમારીના દર્દી બની જવા પામ્યા છે. ઉત્સવોનાં માહોલમાં જાહેર, ધાર્મિક અને પર્યટન સ્થળે વધી રહેલી ભીડ અને તેમાં કોરોના ગાઈડલાઈન પ્રત્યે દાખવાથી બેદરકારી વચ્ચે સતત વધી રહેલા મહામારીના દર્દીઓના કારણે સમગ્ર જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શુ આ ત્રીજી લહેરની શરૂઆત છે.

શાળાનો સમય પુન: રાબેતા મુજબ કરાયો
શિક્ષણ વિભાગે પરિપત્રથી જણાવ્યું છે કે, કોરોનાને કારણે તમામ પ્રાથમિક શાળાઅોનો સમય 1લીથી 31મી અોગસ્ટ સુધી સવારે રખાયો હતો. જે હવે રાબેતા મુજબ અેટલે કે, બપોરે 11થી સાંજે 5 વાગ્યા સુધી કરી દેવાયો છે.

મહામારીનું સંક્રમણ વધતા ભુજ, માધાપર અને નથ્થરકુઇમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
કોરોના મુક્ત થયેલા કચ્છમાં ફરી કોવિડ-19ના કેસો વધી રહ્યા છે ત્યારે ભુજ તાલુકામાં ત્રણ સ્થળોઅે પ્રતિબંધો લાદવામાં અાવ્યા છે. તા.1-9 સુધી ભુજ તાલુકાના નથ્થરકુઈના આહિરવાસમાં ઘર નં.1 થી 6, તા.6-9 સુધી માધાપરની સનરાઈઝ સિટીમાં ઘર નં.1થી 11 અને તા.7-9 સુધી ભુજના વી.આર.નગરમાં ઘર નં.7, 8 તેમજ સામેની લાઇનમાં ઘર નં.11 ને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં અાવ્યો છે અને સ્થાનિક રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પહોંચતી કરવામાં અાવશે અેમ મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...