તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સક્રિય:કોરોના કે આગે ચુનાવ હૈ ! ટિકીટ ઇચ્છુકો વચ્ચે ‘સેવા’ માટે હોડ

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી વર્ષ હોવાથી લોકડાઉનમાં સાચા સેવકો સાથે તકસાધુઓ પણ સક્રિય

નગરપાલિકા સહિત સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું વર્ષ છે ત્યારે લોકડાઉનમાં સેવાનો જશ ખાટવા માટે કેટલાક કાઉન્સિલરો તેમજ ટિકિટવાંચ્છુઓ વચ્ચે હોડ જામી છે. જો કે, કેટલાય એવા લોકો પણ છે કે જેઓ ફોટો સેશન કરાવવાના બદલે સાચી સેવામાં રસ લે છે. પાલિકાની વર્તમાન ટર્મ ડિસેમ્બર 2015થી અમલમાં આવી હતી, તેની મુદ્દત ચાલુ વર્ષે નવેમ્બર માસમાં સત્તાવાર પુરી થઇ રહી છે. સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણીનું વર્ષ હોવાથી નવા સીમાંકન અને નવા વિસ્તારની ગણતરીના આયોજનમાં ચૂંટણી વાચ્છુઓ પડી ગયા હતા પરંતુ કોરોના સંક્રમણ ફેલાઇ જતાં લોકડાઉન ચાલુ થયું છે ત્યારે આવા ભાવિ મુરતીયાઓ માટે ચૂંટણીમાં પ્રચારની પરિભાષા બદલાઇ ગઇ છે. પાલિકાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાય તેવુ ચિત્ર ઉપસ્યું હતું. જો કે, હવે લોકડાઉન બાદ જનજીવન રૂટિન થાય ત્યાર બાદ યોજાય તેવા એંધાણ છે. એ વચ્ચે ચુંટણીમાં મતદારો પાસે હમદર્દી બતાવવા અને સેવાનો જશ ખાટવા માટે ટિકિટ વાંચ્છુઓ વચ્ચે હોડ જામી છે. લોકડાઉન જાહેર થયું ત્યારે પ્રથમ ફેઝમાં રાશનકીટ, ફુડ પેકેટ પોતે જે વિસ્તારમાં ચૂંટણી લડવા ઇચ્છતા હતા ત્યાં વિતરણ કર્યા હતા. તો ચાલુ ટર્મના નગરસભ્યોએ પણ સેવાકીય કામગીરી હાથ ધરી લોકોને રાશનકીટ પહોંચતી કરી હતી. ભુજના લઘુમતી વિસ્તારના વોર્ડમાં ટિકિટવાંચ્છુઓ સેવા કરવા માટે નીકળી પડયા હતા, કોઇક ભાજપ કે કોંગ્રેસ વતી તો કોઇ અપક્ષમાંથી ચુંટણી લડવાના દાવા કર્યા હતા. ચૂંટણી ટાંકણે આચારસંહિતા લાગુ પડી જવાથી રાશનકીટ કે નાણા આપીને લાલચ આપી શકાય નહીં, પણ ચૂંટણીના ચારેક માસ પૂર્વે હાલ લોકડાઉનમાં રાશનકીટ અને નાણા આપીને જશ ખાટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો