તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:આજે ભારત બંધના એલાનને કચ્છમાં કિસાન સંઘનો ટેકો નહીં

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છ ચેમ્બર અને ભુજ ચેમ્બર પણ બંધમાં નહીં જોડાય

ખેત પેદાશો માટે લઘુતમ ટેકાના ભાવને લઇ કૃષિ બિલ રદ્દ કરવાની માગ કરી રહેલા કિસાનોએ આજે મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે જેને કચ્છમાં કિસાન સંઘ તેમજ વેપારીઓની સંસ્થા કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ દ્વારા સમર્થન નથી અપાયું. આમ આ સંસ્થાઓએ બંધને ટેકો જાહેર નથી કર્યો.કાયદો રદ્દ કરવાની વાત સાથે સમર્થ ન થતાં કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા કૃષિ બિલ મુદ્દે ઓક્ટોબરના અંતમાં વડાપ્રધાનને આવેદન પાઠવાયું હતું જેમાં ખેત પેદાશોની ક્યાંય પણ ખરીદી કરવામા આવે તો ઓછામા ઓછા ટેકાના ભાવ આપવામાં આવશે તેવી બાંહેધરી સરકાર આપે, વેપારીઓની નોંધણી કેન્દ્ર અને રાજ્યમાં બેંક સિક્યૂરીટી સાથે થાય તેમજ ખેતી સબંધી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સ્વતંત્ર ખેતી ન્યાયાલય બનાવાય તેવી માગણી મુકાઇ હતી.

હાલે ચાલી રહેલાં આંદોલનમાં કાયદો જ રદ્ કરવાની માગ હોતાં કચ્છ કિસાન સંઘ તેને ટેકો નથી આપતું તેમ ઉમેર્યું હતું. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના સંયોજક લક્ષ્મણ વરસાણીએ પણ પ્રદેશની યાદીને ટાંકતા જણાવ્યું હતું કે, કેટલીક વિદેશી તાકાતો તેમજ રાજકીય પક્ષોના ઇશારે આંદોલન ચાલી રહ્યું હોય તેમ જણાય છે. તે ઉપરાંત કોરોના કાળમાં વેપારીઓ આર્થિક રીતે નુક્સાન વેઠી રહ્યા છે ત્યારે બંધનું એલાન અપાયું છે તેને પ્રદેશ અને કચ્છ સમર્થન નથી આપતું.કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટનો કચ્છમાં બંધ રહેશે કે કેમ તે જાણવા માટે સંપર્ક સાધતાં તેમણે પણ તેમની સંસ્થાએ કોઇ ટેકો જાહેર નથી કર્યો અને ચેમ્બર સાથે જોડાયેલા તમામ વેપારીઓ-ઉદ્યોગકારો રાબેતા મુજબ કામ ચાલુ રાખશે તેમ ઉમેર્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે, બંધ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી બંધથી રાષ્ટ્રનું નુકસાન છે. નવા કૃષિ કાયદા માટે સરકાર અને ખેડૂત આગેવાનોની મીટિંગો ચાલી રહી છે બંને પક્ષે સમાધાનની યોગ્ય ફોર્મ્યુલા નીકળે અને આ સમસ્યાનું કાયમી સમાધાન થાય ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું સરકાર સમાધાન લાવે, સાથે બેસવા થી કોઈપણ સમસ્યાનું સમાધાન થાય છે. ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ સાથે જોડાયેલા 55 એસોસિએશન પોતાના કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો