તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારી વિગતો:વકફ બોર્ડે દ્વારા કાર્યવાહી કરાતા કેરા ખોજા સમાજે કિન્નો રાખ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત વકફ બોર્ડ તરફથી જાહેર કરાઇ ચોંકાવનારી વિગતો

ભુજ તાલુકાના કેરા ખોજા શિયા ઇસ્ની જમાતના ચાલી રહેલા વિવાદમાં વકફ બોર્ડના કચ્છના સભ્ય સામે અાક્ષેપ કરાયા હતા, જો કે વકફ બોર્ડ દ્વારા થયેલી કાર્યવાહીના મનદુ:ખે કિન્નો રાખી તેમની સામે અાક્ષેપ થયા હોવાનું સભ્ય અામદભાઇ જતે જણાવ્યું હતુ અને અનેક ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી.

ગુજરાત રાજય વકફ બોર્ડના ડાયરેકટર અામદભાઇઅે પાઠવેલી સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે, કેરા ખોજા સમાજે અઢી વર્ષથી હિસાબ રજૂ કર્યા નથી તેમજ અોડીટ પણ કરાવેલ નથી. ટ્રસ્ટીઅોઅે અેક જમીન બાબતમાં જમાતની જમીન હોવા છતા પણ અા જમીન જમાતની નથી અેવી તેમની મળતીયાઅોને ખોટી અેફિડેવિટ કરી અાપેલ છે. ફરિયાદોને લઇ બોર્ડ દ્વારા તપાસ કરી વર્તમાન ટ્રસ્ટીઅોને દોષીત ગણાવી હોદ્દા પરથી દુર કર્યા છે. જમાતના હોદ્દેદારો સામે બોર્ડ દ્વારા કરાયેલી કાર્યવાહીનો કિન્નો રાખીને અાક્ષેપ કરાયા હોવાની વાત કરી હતી.

બદલાની ભાવનાથી તેમને નિશાન બનાવાઇ રહ્યા છે અને તેઅો વકફ બોર્ડ કે તેના ડાયરેકટર દ્વારા કોઇ જબરદસ્તી કે સખ્તાઇ કરાઇ નથી અને ગુનો નોંધાયેલા અારોપીને છાવરવાની વાતનો છેદ જ ઉડી જતો હોવાની વાત તેમણે કરી હતી. વકફ બોર્ડની મંજુરી અને જાણ બહાર હોદ્દેદારોઅે કાટમાળ અને ચાંદીનું વેચાણ કરી વકફની મિલકતને નુકસાન પહોંચાડયુ હોવાની ચોંકાવનારી વિગત સામે અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...