તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:શિકારપુરમાં મોટર ચાલુ કરવા જતાં વીજ આંચકો કિન્નરને ભરખી ગયો

સામખિયાળી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે પાણીની મોટર ચાલુ કરવા જતાં કિન્નરને વીજ શોક લાગતાં તેનું મોત નિપજ્યું હોવાની ઘટના સમખિયાળી પોલીસ મથકે નોંધાઇ છે. આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ભાવનગર ના ખારસીના હાલે શિકારપુર રહેતા 22 વર્ષીય કિન્નર અશ્વિનભાઇ વલ્લભભાઇ ચૌહાણ ઉર્ફે આલિયા માસી ગત સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કપડા ધોવા માટે પાણીની મોટર ચાલુ કરવા જતાં તેને વીજ શોક લાગ્યો હતો જેમાં ગંભીર ઇજાને કારણે તેનું મોત નિપજ્યું હોવાનું તેને લઇ આવનાર ભચાઉના ક્રિષ્નાદે સપનાદેએ લાકડિયા સીએચસીના તબીબને જણાવતાં આ બાબતે સામખિયાળી પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પીએસઆઇ એ.વી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...