તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ હજાર વર્ષોનો માનવ ઇતિહાસ સાચવીને બેઠું છે. અહીં પ્રાચિન પ્રાગ ઐતિહાસિક કાળથી લઇને સિંધુ-સરસ્વતિ સંસ્કૃતિના અનેક મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે. જેમાંથી ધોળાવીરાને તો ભારત સરકારે વર્લ્ડ હેરિટેઝ સાઇટ બનાવવા યુનેસ્કોને ડોઝિયર પણ મોકલી આપ્યું છે. તેવામાં ભારત સરકારે કચ્છની વધુ એક મહત્વપૂર્ણ હડપ્પન સાઇટ ખીરાસરાને પણ હવે કેન્દ્રીય સંરક્ષિત સ્થળ તરીકે પસંદ કરવા ચિન્હિત કરાઇ છે. ખીરસરાને મંજૂરી મળ્યા બાદ કચ્છમાં કુલ છ કેન્દ્રીય સંરક્ષિત સ્થળો થઇ જશે.
આ અંગે મળતી વિગતો મુજબ દેશમાં આવેલા પુરાતત્વીય અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતા સ્થળોને કેન્દ્ર અને રાજ્ય સરકારો રક્ષિત જાહેર કરતા હોય છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં કુલ 203 રક્ષિત સ્મારકો જાહેર કર્યા છે. જેમાં કચ્છની પાંચ સાઇટ છે. હવે કેન્દ્ર સરકારે દેશભરમાં અાવેલા વધુ 21 સ્થળોને રક્ષિત જાહેર કરવા ચિન્હિત કર્યા છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર કચ્છના ખીરસરાની હડપ્પન સાઇટની પસંદગી કરવમાં આવી છે. તાજેતરમાં સંસદ સત્ર દરમિયાન લોકસભામાં સંસ્કૃતિ મંત્રી દ્વારા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
કચ્છમાં આવેલા કેન્દ્રીય રક્ષિત સ્મારકો
1. ધોળાવીરા હડપ્પન સાઇટ ખડીર
2. રાવ લાખાની છતરડી ભુજ
3. શિવ મંદિર કોટાય
4. પુરાતત્વીય સ્થળ કુરન ભુજ
5. હડપન્ન સાઇટ સુરકોટડા રાપર
આઇકોનિક સ્થળ ધોળાવીરાનો પણ વિકાસ કરાશે
ભારત સરકારે બે વર્ષ પહેલા કચ્છના ધોળાવીરા સહિત દેશના પાંચ સ્થળોને આઇકોનિક સાઇટ જાહેર કરી હતી. જેમાં હસ્તિનાપુર (ઉત્તરપ્રદેશ), રાખીગઢી (હસ્તિનાપુર), શિવસાગર (અસમ), અદિચનલ્લુર(તામિલનાડુ)નો સમાવેશ થાય છે. લોકસભામાં આ પાંચ સ્થળોનો પણ વિકાસ કરવાની વાત કરવામાં આવી હતી.
ખીરસરા ધોળાવીરા જેવું જ મોટુ નગર, પ્રાચિન સાધનો મળી આવ્યાં
નખત્રાણાના ખીરસરા સાઇટ ખારી નદીના કિનારે છે. અહીં સાૈપ્રથમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા છેક 1976-77માં સંશોધન દરમિયાન ચોરસ વજનિયું, માટીનાં વાસણો, પાણી છાંટવાનું સાધન તેમજ લાલ માટીના વાસણો શોધી કાઢવામાં આવ્યા હતાં. ત્યારબાદ સરકાર દ્વારા ખાસ કોઇ ઉત્ખનન કરાયુ ન હતું. છેક 2009માં વડોદરા વિભાગે અહીં ઉત્ખનન કરી 300 ચોરસ મીટરની કિલ્લેબંધ દિવાલ શોધી કાઢી હતી અને અહીં અનેક મહત્વપૂર્ણ પ્રાચિન સાધનો મળી આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.