તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:ખાવડાના એકમાત્ર સરકારી વિશ્રામગૃહને લાગ્યા તાળા, ઈમારત જર્જરિત બનતા બંધ કરાયું છે: માર્ગ મકાન વિભાગ

ખાવડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકાર દ્વારા પ્રવાસનધામ વિશ્વ ફલક ઉપર લાવવા માટે કાળા ડુંગર, સફેદ રણ અને ભારત પાક સરહદ તેમજ સ્થાનિક ગામડા તરફ પર્યટન માટે જાહેરાત માધ્યમ દ્વારા પ્રવાસીઓને આકર્ષાય છે, જેને કારણે અનેક પ્રવાસીઓ લાખોની સંખ્યામાં બન્ની અને ખાવડા વિસ્તારમાં આવી રહ્યા છે, એવી પરિસ્થિતિ વચ્ચે અનેક સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ આ પ્રવાસન ગામોની મુલાકાત લેતા હોય છે જેના કારણે ખાવડા ખાતે નવેમ્બરથી માર્ચ સુધી સતત વીવીઆઈપી અવરજવર રહેતી હોય છે એ સિવાય આ વિસ્તાર બોર્ડર એરિયામાં આવેલુ હોઈ અનેક સુરક્ષા અધિકારીઓની પણ અવરજવર રહેતી હોય છે એ માટે ખાવડા ખાતે અધિકારીઓ માટે એકમાત્ર રોકાણ સ્થાન ખાવડા સર્કિટ હોય છે. જ્યાં વિરામ કે જમવાની વ્યવસ્થા થઈ શકે એ સિવાય કોઈપણ સર્કિટ હાઉસ કે ગેસ્ટ હાઉસ નથી.

ખાવડામાં પંચાયત ગેસ્ટ હાઉસ પણ હતું જે હાલે ખંડેર બની ગયું છે. તંત્ર દ્વારા એ બાબતે કંઈ નક્કર વિચારણા ન કરાતા આ ગેસ્ટ હાઉસની માત્ર જમીન જ રહી છે. બિલ્ડીંગ પડી ગયું છે તે સિવાય ખાવડાનું વિશ્રામ ગૃહ કે, જે ગેસ્ટ હાઉસમાં અગાઉ રસોઈયા સહિતની સગવડ હતી જે રસોઈયા રિટાયર થઈ જતા હાલે કોઇપણ કર્મચારી નથી. અહીં આવતા અધિકારીગણને બહારથી ભોજનની વ્યવસ્થા કરવી પડે છે. જે એકાએક તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. આ બંધ થતાં લોકોને તેમજ અધિકારીને ઘણી મુશ્કેલીઓ પડશે આ વિસ્તારની લોકલાગણી છે કે હા આરામ ગૃહને તાળા મારવામાંમાં ન આવે તે જરૂરી છે.

વિશ્વાસપાત્ર સૂત્રોથી એવું પણ જાણવા મળ્યું છે કે તંત્ર દ્વારા મેન્ટેનન્સ માટે કોઈ જોગવાઈ ન હોઈ બંધ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સવાલ એ પણ થાય છે કે લાખો-કરોડો ના ધુમાડા કરતી સરકારો બોર્ડર એરિયામાં એકમાત્ર વિશ્રામ ગૃહને જાળવી ન શકે ? આ અંગે માર્ગ મકાન વિભાગના મદદનીશ ઇજનેર એસ.પી. સોમજિયાણીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ પચાસ વર્ષથી પણ જૂની છે. હાલ તેની સ્થિતિ એવી છે કે, ગમે ત્યારે અકસ્માત સર્જી શકે. ડીઝાઈન વિભાગને મરમ્મત માટે દરખાસ્ત મૂકી છે. જો રિપેર યોગ્ય હશે તો તે, નહીંતો આખું મકાન ધ્વસ્ત કરી પાયાથી ફરીથી બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો