વૃક્ષારોપણ:કચ્છના વિવિધ પોલીસ મથકોમાં વૃક્ષારોપણ દ્વારા ખાખીનો પર્યાવરણ જતનનો સંદેશો

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા - Divya Bhaskar
નખત્રાણા
  • સામાજિક વનીકરણ તેમજ વન્યજીવોના રક્ષણ હેતુ કાર્યક્રમો યોજાયા

સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો તેમજ વન્યજીવોના રક્ષણ માટે વનવિભાગ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ખાખીએ વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો હતો.

નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રાંત અધિકારી મેહુલકુમાર બરાસરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીવાયએસપી વી.એન.યાદવ,પીઆઈ બી.એમ.ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ ભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના બાબુભાઈ ધનાણી, લોહાણા સમાજના રાજેશભાઈ પલણ, વસંત ભાઈ વાઘેલા,હરિસિંહ રાઠોડ દિનેશ નાથાણી,વિસ્તરણ વન વિભાગના કરણસિંહ પરમાર તેમજ સ્ટાફની હાજરીમાં પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વિવિધ વૃક્ષો વાવી તેના જતન માટેનો ભાર મુકાયો હતો.

માંડવી મરીન
માંડવી મરીન

સંચાલન મુકેશભાઈ સાધુએ કર્યું હતું. માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજી, રાજકીય પક્ષના આગેવાનો, જુદા જુદા સમાજના આગેવાનો તથા પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.નારાયણ સરોવરમાં પોલિસે વૃક્ષો વાવી તેના ઉછેર માટેની જવાબદારી પણ લીધી હતી.રાપર પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ પી.એન.ઝીંઝુવાડિયા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, રાસુભા સોઢા, રાપર પોલીસ સ્ટાફ,જીઆરડી સ્ટાફ, વન ખાતાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

પાલારા
પાલારા

પાલારા ખાસ જેલ ભુજ ખાતે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ તેમજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર,માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર,સામાજિક કાર્યકર શંભુભાઈ જોશી,આનંદભાઈ રાયસોની, કનૈયાલાલ અબોટીની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું હતું.જેમાં જેલર ઘનશ્યામભાઈ અગ્રાવત,કિશોરસિંહ ઝાલા સહિત સ્ટાફના કર્મચારીઓ સહયોગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...