તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત ટળ્યો:હાજાપર-હરૂડી સીમમાં આગથી ઘાસનો જથ્થો ખાખ

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ, ફાયરટીમ અને ગ્રામજનોએ કાબુમાં લીધી

ભુજ તાલુકાના હરૂડી અને હાજાપર સીમમાં આગ લાગવાથી ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો, 90 ટકા સીમાડો બળી જવાથી 6 કિમીનો જથ્થો ખાખ થયો હતો. ગુરુવારે સાંજે ભરૂડીથી હાજાપર સીમના 6 કિમી વિસ્તારમાં 90 ટકા સીમાડો આગથી બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળ પવનચક્કીના થાંભલાના કારણે શોટસર્કિટ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે.

તો બે દિવસ પૂર્વે પણ અાગ લાગી હતી જેથી મોટાભાગનો સીમાડો બળી ગયો હતો. આગને કાબુ મેળાવવા માટે ગામના 300 જેટલા આગેવાનો-યુવાનો, પદ્ધર પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી. ભુજ સુધરાઇની ફાયર બ્રિગેડની ટીમ અને બીકેટી કંપનીની એક ફાયર ટીમેન આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બે બનાવમાં સીમાડો બળીને ખાખ થઇ જતા હરૂડી, હાજાપર અને વડવાના પશુધનને મુશ્કેલી ઉભી થશે તેવું જાણવા મળ્યું હતું. સાંજે ફાટી નીકળેલી ભયંકર આગને કારણે આસપાસના ગ્રામજનો એકત્ર થઇ તંત્રને આગ કાબુ મેળવવા માટે સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો