રક્તદાન:દુર્ગમ જનાણમાં ખડીરવાસીઓએ કેમ્પમાં ૧૫૪ બોટલ રક્તદાન કર્યું

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ જી.કે. જનરલની બ્લડબેંક દ્વારા કોઠારામા પણ યોજાયો કેમ્પ

શહેરી અને આસપાસના વિસ્તારોમાં રક્તદાન ક્ષેત્રે જાગૃતિ આવી છે. પરંતુ, હવે કચ્છના દુર્ગમ ગણાતા ખડીરમાં પણ લોહીના એક એક બુંદનો સદુપયોગ કરવાની સભાનતા આવી છે. જનાણમાં યોજાયેલા કેમ્પમાં લોકોએ ૧૫૪ બોટલ રક્ત અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલને આપી રક્તદાન મહાદાન છે એ ઉક્તિ સાર્થક કરી છે. જનાણમા આરોગ્ય કેન્દ્રના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં  ૧૫૪ લોકોએ રક્તદાન કરતા આ ક્ષેત્રે દુર્ગમ વિસ્તારના રહેવાસીઓમાં આવેલી ચેતનાનો દાખલો બેસાડ્યો હતો. જી.કે. દ્વારા આ વર્ષે યોજાયેલા કેમ્પ પૈકી સૌથી વધુ રક્તદાન ખડીરમાં થયું હતું. એમ, બ્લડબેંકનાં વડા ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય અને મેડિકલ ઓફિસર ડો. ખુશમાર ડાભીએ જણાવ્યું હતું. 

 કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ કે. સિંહ, આરોગ્ય કર્મચારીઓ મોહન વરચંદ, પ્રદીપ પટેલ, ધોળાવીરાના મેડિકલ ઓફિસર ડો. મોતીલાલ રાય સહિત રાષ્ટ્રીય સ્વયંસંઘના કાર્યકરોનું યોગદાન રહ્યું હતું. હવેથી દર વર્ષે ખડીરમાં કેમ્પ યોજાશે.એમ જી.કે.ના બ્લડબેંક કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું. બીજી તરફ અબડાસા તાલુકાના કોઠારા ગમે મુસ્લિમ સમાજના સ્થાનિક અગ્રણી પૈકીના એક એવા અભૂ હિંગોરા જન્મદિવસ નિમિત્તે ૬૦ બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલમાં દર ત્રણ મહીને નિયમિત રક્તદાન કરવા આવતા ભુજ નિવાસી અને દરજીકામનો વ્યવસાય કરતા સુમેરા રણછોડદાસ લવજી નામના રક્ત્દાતાએ પોતાનાં જીવનકાળમાં જી.કે. ઉપરાંત  વિવિધ જગ્યાએ ૬૦ વખત રક્તદાન કર્યું છે,અને અહી  ૬૧મી વખત રક્તદાન કરી માનવ રક્ત મહામુલું હોવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...