દુષ્કર્મ:કેરાની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારાયું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કેરા ગામે રહેતી 16 વર્ષની સગીરાનું બે યુવકે લગ્નની લાલચે અપહરણ કરી બે પૈકી એક યુવકે વારંવાર દુષ્કર્મ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા સહિત ત્રણ સામે પોક્સો સહિતની કલમ તળે માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ સોમવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામા઼ બન્યો હતો. ફરિયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને આરોપી હીરેન હારૂન કોલી, દિનેશ હારૂન કોલી સકીના હારૂન કોલી ફરિયાદીના ઘરમાં જઇ ફરિયાદીની દિકરીના લગ્ન હીરેન સાથે કરાવાનું કહ્યું હતું. દરમિયાન આરોપી હીરેન અને દિનેશ બન્ને જણાઓ ફરિયાદીની દિકરીનું બાઇક પર અપહરણ કરી ગયા હતા. બે આરોપીઓ પૈકી હીરેને ફરિયાદીની દિકરી સાથે વારંવાર શારિરીક સબંધ બાંધ્યો હતો. આરોપી સકીનાબેન કોલીએ લગ્ન નહી કરેતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માનકુવા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ આઇપીસી કલમ 636, 366,375(2)એન, 447,114,506(2), તથા પોક્સોની કલમ તળે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...