તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કે.ડી.સી.સી.નો વાર્ષિક નફો 78.50 લાખ : આવતા વર્ષ સુધી 2 કરોડ લઈ જવાનું લક્ષ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહકારી બેંકની 63 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

દેશના વડાપ્રધાન તથા ગૃહ પ્રધાન દ્વારા ભારતનું પ્રથમ સહકારી મંત્રાલય ફાળવવામાં આવ્યું છે, આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રે બહોળો વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરતા કે.ડી.સી.સી.બેન્કની 63મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ચેરમેન દેવરાજભાઈ કે.ગઢવીએ દિપ પ્રાગટય બાદ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.

બેંકના ડાયરેકટર વલમજીભાઈ હુંબલની અમુલ ફેડરેશનમાં વાઈસ ચેરમેન તરીકે વરણી થતા, ડાયરેકટર જનકસિંહ બી.જાડેજાની જીલ્લા પંચાયતની બાંધકામ કમિટીના ચેરમેન તરીકે વરણી થતા, હરિભાઈ હિરા જાટીયાની શાસક પક્ષના નેતા તરીકે વરણી તેમજ મનુભા કે.જાડેજાની ભુજ નગરપાલિકામાં બાંધકામ કમિટીના ચેરમેન તરીકે વરણી થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. વાઈસ ચેરમેન જયસુખભાઈ પટેલે પ્રાસંગીક ઉદબોધનમા સહકારી ક્ષેત્રમાં સહકારી મંડળીઓનું અને બેન્કનું મહત્વ સમજાવતા સહકાર ક્ષેત્ર વધુને વધુ મજબુત બને તે માટે સક્રીય થવા અનુરોધ કર્યો હતો.

બેંકની વાર્ષિક સાધારણ સભામાં ભુતકાળના વર્ષોમાં સંચાલક મંડળે આપેલ ખાત્રીઓનું પાલન કરી પ્રગતિના સોપાનો સર કર્યા છે. જેની વિગતો આપતાં જણાવેલ કે, છેલ્લે ત્રણ વર્ષથી બેંક નફા તરફ આગળ વધી રહી છે, સૌના સાથ સહકારથી બેંકે કરેલ સારી કામગીરીના કારણે ચાલુ નાણાકીય વર્ષના અંતે બેંકનો વાર્ષિક નફો રૂા.78.50 લાખનો રહયો છે, જે આવતા વર્ષ સુધી અંદાજીત રૂા.2 કરોડ સુધી લઈ જવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. ગત વર્ષે બેંકની ડીપોઝીટ રૂા. 195.93 કરોડ હતી, જે વધીને આજે રૂા.286.39 કરોડ થઈ છે.

બેંકનું ધિરાણ રૂા.136.09 કરોડ હતું જે વધીને આજે રૂા.141.99 કરોડ થયેલ છે. બેંક દ્વારા આર.બી.આઈ.ના નિયમનુસાર એસ.એલ.આર મા રૂા.123.79કરોડ તથા એફ.ડી.આર.માં રૂા.29.92 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે સરકાર ધ્વારા તમામ ક્ષેત્રમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે, તેથી આપણી મંડળીઓ મારફત બહેનો આગળ આવે એવો પ્રયત્ન કરવાનો રહેશે. ત્યારબાદ એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી. સભામાં હાજર રહેલ તમામ સહકારી આગેવાનો, સહકારી મંડળીના પ્રતિનિધિઓએ પસાર કરવામાં આવેલ ઠરાવને સર્વાનુમતે માન્યતા આપી હતી. બેંકના ડાયરેકટર મનુભા કે.જાડેજાએ આભાર વિધિ કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...