કે.ડી. મારૂતિનું વધુ એક ટેક્સ કૌભાંડ પાર્ટ - 2:ભુજમાં આઇ.ડી. અને પાસવર્ડ ચોરી 38 વાહનોમાં ટેક્સ ચોરી કર્યાની ફોજદારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2018માં ડી.અેમ. સીરીઝમાં 300 વાહનોનું ટેક્સ કાૈભાંડ સામે આવ્યું હતું
  • શોરૂમના મેનેજરની આઇડીમાં અોછી રકમનું ડિસ્કલેમર RTOમાં રજૂ કર્યા બાદ ગેરરીતિ આચરાઇ
  • 6 લાખને બદલે 60 હજાર કિંમત બતાવી 6 ટકા લેખે ટેક્સ ભરી 38 વાહનો પાસિંગ કરી નખાયા હતા

2018-19માં જી.જે. 12 ડીઅેમ સીરીઝ ટેક્સ કાૈભાંડ સામે અાવ્યા બાદ 300 વાહનોની ટેક્સ ચોરી અંગે ફોજદારી નોંધાઇ હતી જેમાં કે.ડી.મોટર્સના 80 જેટલા વાહનો હતા. હવે ફરીથી કે.ડી. મારૂતી સુઝુકી શોરૂમ ભુજનું વધુ અેક ટેક્સ કાૈભાંડ સામે અાવ્યું છે જેમાં શોરૂમના મેનેજરની અાઇડી.માંથી અોછી રકમનું ડિસ્કલેમર અાર.ટી.અો.માં રજૂ કરી 6 લાખની કિંમતને બદલે 60 હજાર કિંમત બતાવી 6 ટકા લેખે ટેક્સ ભરી અાઇ.ડી.પાસવર્ડના ઉપયોગ વડે 38 વાહન પાસિંગ કરી નખાયા હતા.

અાર.ટી.અો.માં ફરજ બજાવતા સહાયક મોટર વાહન નિરિક્ષક પી. ઝેડ. ચાૈહાણે કે.ડી.મોટર્સ શોરૂમનું અાર.ટી.અો.નું કામ કરતા ગુરુકૃપા અોટો અેડવાઇઝરના કર્મચારી હર્ષ રમેશભાઇ ઠક્કર (રહે. ઉમેદનગર,ભુજ)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ચાલુ વર્ષે અાવેલી અોડીટની ટીમે ટેક્સની ક્ષતી કાઢી હતી જેમાં 2018માં કે.ડી.મોટર્સ શોરૂમમાંથી નવા ખરીદી કરાયેલા 38 વાહનોના ટેક્સમાં ક્ષતી જણાઇ હતી.

અંદાજીત 7,52,000 ટેક્સ ભરવાનો હતો જે અેન.અાઇ.સી.ના રિપોર્ટ પ્રમાણે ફરિયાદીની અાઇડીમાં 38 વાહનોની કિંમત વધારવામાં અાવી હતી જે કયા અાધારે વધારાઇ તેનો ખુલાસો કરવા અાર.ટી.અો. સી.ડી.પટેલે યાદી અાપી હતી. તા.19-7-2018, 20-7-2018, 27-06-2018, 30-07-2018 અને 23-07-2018ના અલગ અલગ દિવસે તેમની અાઇ.ડી.માંથી 38 વાહનો પાસિંગ માટે અેન્ટ્રી અને વેરીફાઇ થયેલા છે. અા પાંચ દિવસો દરમિયાન તેમની ડયુટી ટેસ્ટ ટ્રક અને લર્નિંગ લાયસન્સ વિભાગમાં હતી. અાઇ.ડી.પાસવર્ડનો દુરુપયોગ થયાની જાણ થતા અાઇ.ડી. અેડ્રેસની તપાસ કરાવાઇ હતી જેમાં મળી અાવેલા અાઇ.પી. અેડ્રેસ અાર.ટી.અો. કચેરીના ન હતા.

વેચાણ કિંમતમાં ઘટાડો શોરૂમના મેનેજરની અાઇ.ડી.માંથી થયો
કે.ડી. મારૂતી શોરૂમના મેનેજર ધવલ ભટ્ટની અાઇ.ડી.માંથી અા 38 વાહન વેચાણ થયેલા હોવાનું તેમજ કિંમતમાં ઘટાડો તેમની અાઇડી માંથી થયો હોવાનું અેન.અાઇ.સી.ના રિપોર્ટમાં ખુલાસો થયો હતો. તેમની અાઇ.ડી.માંથી વેંચાયેલા વાહનના ડિસ્કલેમર અોછી રકમના બનાવી તે અાર.ટી.અો.માં રજૂ થયા હતા, બાદમાં ડિસ્કલેમર પરથી ઇન્સ્પેકટરની અાઇ.ડી.માં અેન્ટ્રી કરી ટેક્સ ભરપાઇ કર્યા બાદ વેરીફાઇ અને અેપ્રુવલ થવાથી નંબર અેલોટ થતા હતા.

અાર.ટી.અો.અે ફરિયાદ અાપતા તમામના પુછાણા થયા
અાર.ટી.અો. ચિંતન ભાઇ પટેલે કેડી. મારૂતી શોરૂમ ભુજને લેખિતમાં કારણદર્શક નોટિસ પાઠવી નિયમ વિરૂદ્ધ વાહનોની વેંચાણ કિંમતમાં ઘટાડો શા માટે કરવામાં અાવ્યો તેનો ખુલાસો કરવા જણાવાયું હતું. બીજી તરફ ઇન્સ્પેકટર બી ડિવિઝન પોલીસમાં પણ ફરિયાદ-અરજી અાપી હતી. પોલીસે તપાસ કરતા અાર.ટી.અો. કચેરીના કર્મચારી અને કેડી.મોટર્સ શોરૂમના ધવલ ભટ્ટની પુછપરછ કરતા તેણે જણાવેલ કે શોરૂમમાંથી ખરીદી થયેલા 38 વાહનોનું ટેક્સ ભરવાનું કામ ગુરુકૃપા અોટોઅેડવાઇઝરના રઘુવિરસિંહ જાડેજાને સોંપવામાં અાવ્યું હતું.

રઘુભા જાડેજાની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, જે-તે સમયે હર્ષ રમેશભાઇ ઠક્કર તેમની પાસે કામ કરતો હતો, તમામ વાહનોના ટેક્સ ભરવાનું હતું તેના કાગળો અને પૈસા હર્ષને અપાતા હતા. હર્ષે પોતાના ફાયદા ખાતર અાઇ.ડી.માં વેંચાણ કિંમતમાં ઘટાડો કરી ટેક્સ ચોરી કરી છે. અગાઉ પણ તેની સામે ડી.અેમ. સીરીઝ ટેક્સ કાૈંભાડની ફરિ્યાદ નોંધાઇ ચૂકી છે.

છેલ્લા 15 દિ’થી મારૂતિનું ટીસી બંધ હોતા વેંચાણ બંધ
ટેક્સમાં ચોરી કરી ગેરરિતી અાચરવા બદલ અાર.ટી.અો.અે કારણ દર્શક નોટિસ પાઠવી શોરૂમનું ટી.સી. પણ બંધ કરી દીધું હતું. અામ, છેલ્લા 15 દિવસથી ટી.સી. બંધ હોવાથી અેકેય વાહન વેંચી શકાયું નથી. ભુજ શોરૂમમાંથી ખરીદી થતા વાહનોનું ગાંધીધામના ટી.સી. વડે અાર.ટી.અો.નું રજીસ્ટ્રેશન માટે સી.અાર.ટી.અેમ. ઇસ્યુ કરી વાહન વેંચાણ થઇ રહ્યા છે.

ડીઅેમ સીરીઝ ટેક્સ કાૈભાંડના અારોપી સામે ફરિયાદ
2018-19માં જી. જે. 12 ડી.અેમ. સીરીઝ ટેક્સ કાૈંભાડ સામે અાવ્યું હતું, જેમાં 80 જેટલા મારૂતી સુઝુકીના વાહનો બારોબાર બેકલોગના અાધારે પાસિંગ થઇ ગયા હતા. તો બાકીના 220 જેટલા વાહનોની બોગસ અેન્ટ્રી તૈયાર રખાઇ હતી જેથી ભવિષ્યમાં પણ વાહનો ટેક્સ વગર પાસિંગ કરી શકાય. અા પ્રકરણમાં પણ મુખ્ય સુત્રધાર હર્ષ ઠક્કર સામે ફરિયાદ નોંધાઇ હતી. શનિવારે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં પણ ટેક્સ કાૈભાંડનો અારોપી હર્ષ ઠક્કર છે.

અન્ય સમાચારો પણ છે...