તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:કારતક વીતવા આવ્યો, છતાં કચ્છમાં દિવસે પડે છે ગરમી

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજમાં ન્યૂનતમ તાપમાન 18.6 અને કંડલા પોર્ટ પર 19.1 ડિગ્રી

કારતક માસના આરંભે રંગ જમાવી રહેલા શિયાળાની પકડ ઢીલી પડી રહી હોય તેમ કચ્છમાં મહત્તમ તાપમાન સરેરાશ 33 ડિગ્રી જેટલું રહેવાની સાથે દિવસે પંખા ચાલુ કરવાની લોકોને ફરજ પડી હતી. બીજી બાજુ ન્યૂનતમ ઉષ્ણતામાન પણ ઉંચકાતાં મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. ભુજમાં વધુમા વધુ 34.4 અને ઓછું તાપમાન પણ 18.6 ડિગ્રી રહેતાં શિયાળો જાણે ગાયબ થઇ ગયો હતો. કારતક માસની શરૂઆતમાં એક આંકડાના નીચા તાપમાન સાથે ત્રણ-ચાર વાર રાજ્યભરમાં શીત રહેલાં નલિયામાં પણ ન્યૂનતમ પારો 15 ડિગ્રી રહ્યો હતો જેને લઇને અગાઉ અનુભવાયેલી ઠંડી બેઅસર બની હતી. કંડલા પોર્ટ પર ઉંચું 31.8 અને નીચું તાપમાન 19.1 જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 32.5 અને 16.7 ડિગ્રી રહેતાં ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના વિસ્તારમાં બપોરે ઉનાળા જેવો માહોલ અનુભવાયો હતો.

કારતક માસ પૂરો થવાના આડે હવે સાત જ દિવસ રહ્યા છે તેવામા પડી રહેલી ગરમી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી વખતે અને ત્યાર બાદના અઠવાડિયામાં શિયાળો પકડ જમાવી રહ્યો હતો ત્યારે ઉત્તર દિશાએથી સરેરાશ પ્રતિ કલાક 8થી 10 કિલો મીટરની ગતિએ પવન ફુંકાયો હતો. જ્યારે હાલે પૂર્વથી દક્ષિણ દિશાએ મંદ ગતિ સાથે પવન ફુંકાય છે જેને લઇને રાત્રે જ ઠંડક પ્રસરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો