તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટના પરથી પડદો ઉંચકાયો:ભુજમાંથી ચીટર યુવાનને ઉઠાવી જનાર કર્ણાટકની બેલગામ પોલીસ નિકળી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના નંબર પરથી પરિજનોને યુવકે ફોન કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો
  • છેતરપિંડીનો ભોગ બનનાર શખ્સો અપહરણ કરી ગયા હોવાની અફવા વહેતી થઇ હતી

રવિવારે બાર વાગ્યે ભુજના ન્યુ સ્ટેશન રોડ પર સફેદ કલરની સ્કોડામાં યુવાનને ઉઠાવી જનારા શખ્સો પોલીસ છે કે છેતરપિંડીનો ભોગ બનેલા શખ્સો તેના પરથી મંગળવારે બપોરે પડદો ઉંચકાયો હતો. કર્ણાટકની બેલગામ પોલીસ ચીટર યુવાનને ઉઠાવી ગઇ હતી અને પોલીસના નંબર પરથી યુવકે પોતાના પરીજનોને ફોન કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. બે દિવસ સુધી કોઇ અતોપતો ન મળતા એ ડિવિઝન પોલીસ પણ તપાસમાં જોતરાઇ હતી.

શહેરના સેજવાળા માતામમાં નવી ચીટર ટોળકી સક્રીય થઇ છે, નાના-મોટા પંટરીયાઓને એકઠા કરી તેમના પાસેથી ફેસબુક મારફતે લોકોને શીશામાં ઉતારાય છે બાદમાં તેમનો આક્કા કાર અને સોનાના બિસ્કીટ આપી પાર્ટીને સેમ્પલ બતાડી રૂપિયા પડાવતા હોય છે. બાર વાગ્યે સફેદ કલરની વેરના કાર લઇ સ્ટેશન રોડ પર સંકલ્પ રેસ્ટોરેન્ટ પાસે મળવા આવતા બે શખ્સો ગાડીમાં બેસી જઇ બંનેને ઝકડી લઇ પોતાની કારમાં નાખવા પ્રયાસ કર્યો હતો, એક યુવાન નાસી છુટયો અને બીજાને સ્કોડામાં નાખીને લઇ ગયા હતા.

બે દિવસ સુધી તમિલનાડુ પોલીસ ઉઠાવી ગઇ કે પછી છેતરપિંડીનો ભોગ બનેલા શખ્સો તેના પરથી પડદો ઉંચકાયો ન હતો. સોમવારે રાત્રે એ ડિવિજન પોલીસ પણ તપાસમાં જોતરાઇ હતી. જો કે, મંગળવારે યુવકે પોતાના પરીજનોને ફોન કર્યો હતો જે નંબર તમિલનાડુના હતા અને તેને કર્ણાટકના બેલગામ પોલીસ સ્ટેશને લઇ જવાયો છે તેવી કેફીયત આપી હતી.

આ સવાલો પોલીસ-પરીજનો માટે કોયડા સમાન

  • ભુજના યુવાનો ન્યુ સ્ટેશન રોડ પર શા માટે અા લોકોને મળવા ગયા
  • અપહ્ત યુવાનને આ લોકોને મળવા જવાનું ટોળકીના કયા શખ્સે કહ્યું
  • આ ટોળકીએ અગાઉ કર્ણાટકના શખ્સોની છેતરપિંડી કરી છે કે કેમ ​​​​​​​
  • આખી ટોળકીમાંથી એક માત્ર શખ્સને ઉઠાવી જવા પાછળનો કારણ શું
  • ક્રાઇમ બ્રાન્ચ હતી તો સ્થાનિક પોલીસને જાણ શા માટે નહોતી કરી
અન્ય સમાચારો પણ છે...