તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શક્યતા:કચ્છના કર્મકાંડી બ્રાહ્મણ, પૂજારીઓને રાહત પેકેજ મળે તેવી શક્યતા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે કચ્છમાં મંદિરોના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ મળે તેવી પૂરી શક્યતા સેવાઇ રહી છે. કચ્છમાં મંદિરના પૂજારીઓ, પૂજાપાઠ અને કર્મકાંડ પર નભતા બ્રાહ્મણોને કોવિડ-19ના કારણે નુકસાની થઇ હોઇ રાહત પેકેજ જાહેર કરવા રજૂઆતો કરાઇ હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને જિલ્લામાં પૂજાપાઠ, કર્મકાંડ પર નભતા બ્રાહ્મણોની સંખ્યા તાલુકાવાર નિયત પત્રક 1 અને 2 મુજબ મોકલી આપવા જણાવાયું છે. આ મુદ્દે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા થનારી હોઇ, કચ્છના પૂજારી, કર્મકાંડી બ્રાહ્મણોને ટૂંક સમયમાં રાહત પેકેજ મળે તેવી પૂરી શક્યતા સેવાઇ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો