તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:કોડાયમાં કોરોના સામે લડવા ટાસ્ક ફોર્સ સમિતિની કરાઇ રચના

કોડાય2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોટ્સઅપ ગ્રૂપ દ્વારા કરાય છે મદદ ,ગામને 15 દિવસમાં કોરોના મુક્ત બનાવવાનું લક્ષ્યાંક

કચ્છની સાથે હાલ કોડાયમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગામમાં હાલ 150 થી પણ વધુ પોઝિટિવ કેસો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય અને હાલની ખરાબ પરિસ્થિતિ સામે લડવા કોડાય આરોગ્ય કેન્દ્ર, કોડાયના સામજિક આગેવાનો તથા રાજકીય આગેવાનોએ કોડાય કોરોના ટાસ્ક ફોર્સની રચના કરી છે.

અા અંગે અેક વોટ્સએપમાં ગ્રુપ બનાવવામાં અાવ્યુ છે, જે ગામના તમામ લોકોને માર્ગદર્શન અને જે પોઝિટિવ કેસો અને ગંભીર કેસો આવે છે તેમને તમામ મદદ કરી રહ્યા છે. ગામના કોરોના ટાસ્ક ફોર્સની ટીમની વિવિધ કામગીરીને અાવકારવામાં અાવી રહી છે.

ગ્રૂપના સભ્ય સુરેશભાઈ જોશીએ જણાવ્યું હતુ કે ગામના કોઈ પણ વ્યક્તિ , પરિવાર પોતાને એકલો ન સમજે અમારા ગ્રૂપના મેમ્બર પોઝિટિવ કેસ આવ્યા પછી તેની ટ્રીટમેન્ટ ક્યાં કરાવવી અને તેને લઇ જેતે હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર સુધીનું કાર્ય કરવામાં આવે છે. કોડાયમાં કોરોનાની સાંકળ 15 દિવસમાં તૂટી જશે એવું લોકોનું માનવું છે.

PHCને 525 રપિડ કીટ અપાઇ
કોડાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 525 રેપિડ ટેસ્ટ કીટની ભેટ અપાઈ હતી. જેના દાતા પરીવાર સ્વ.રતનશી શીવદાસ રૂડાણી પરિવાર-મદનપુરા હાલે મુંબઈ હસ્તે શાંતીલાલભાઈ રૂપાણી અને ઉજાશભાઈના સહયોગથી મળ્યા હતાં. અા કીટના લીધે ગામમાં ટેસ્ટીંગ વધારાશે.

યુવાનો હજુ પણ રસીથી વંચીત
કોડાયમાં હજી પણ 18+ વયના લોકોને રસી મળી રહી નથી. જે એક ગંભીર પ્રશ્ન છે. અા બાબતે અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારીએ તા. 10 મે પછી રસી મળી રહેશે એવી ખાતરી આપી હતી પણ હજી સુધી રસી ગામના લોકોને નથી મળી રહી.

અન્ય સમાચારો પણ છે...