તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ દિન:કચ્છમાં વૃક્ષ વાવી પર્યાવરણ દિનની કરાઇ ઉજવણી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સેવાકીય સંસ્થા, સંગઠનો, રાજકીય અગ્રણીઓ દ્વારા વૃક્ષરોપણ કરી પ્રતિજ્ઞા લેવાઇ: પર્યાવરણને ટકાવવું હશે તો વૃક્ષ વાવી તેનું જતન કરવું જરૂરી

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ વૃક્ષ વાવી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સંગઠન, સંસ્થાઓ, શાળા અને ગામમાં અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરી અને આવનારા સમયમાં કચ્છને હરિયાળું બનાવવાની નેમ વ્યક્ત કરાઇ હતી. કોરોના કાળમાં ઓક્સિજનની કિંમત લોકોને સમજાઇ છે ત્યારે વૃક્ષો જ આપણા કુદરતી પ્રાણવાયુ છે તેથી વૃક્ષોને વધારે વાવીએ અને જતન કરીએ.

ભુજ નગરપાલિકા
ભુજમાં નગરપાલિકા દ્વારા વિવિધ 7 જેટલી સંસ્થાઅોના સહયોગથી શનિવારે શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેમાં વોર્ડ નંબર 7ના સાર્વજનિક પ્લોટમાં નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે વૃક્ષ વાવી પ્રારંભ કરાવ્યો હતો. સાર્વજનિક પ્લોટમાં બાકીના 25 જેટલા વૃક્ષો, ભાજપ જિલ્લા પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય અને નગરપતિ સહિતાઅે વાવ્યા હતા.

જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ કારા, ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય, નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાઅે ભુજ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા ધાર્મિકવિધિથી વૃક્ષપૂજન કર્યું હતું. જે પ્રસંગ, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ, નગરસેવકો, કમલ ગઢવી, રશ્મિબેન સોલંકી, મહિદીપસિંહ જાડેજા, સાવિત્રી જાટ, સાત્વિક ગઢવી, મુખ્ય અધિકારી મનોજ સોલંકી, સ્ટોર બ્રાન્ચ હેડ દક્ષેશ ભટ્ટ હાજર રહ્યા હતા.

ભુજ લોહાણા મહાજન: ભુજ લોહાણા મહાજને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રૂપે પ્રમુખ કિરણ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વમંગલ અારોગ્ય ધામ અને લોહાણા મહાજન જ્ઞાતિના સ્મશાન ગૃહમાં 51 વૃક્ષો અાવ્યા હતા. જે પ્રસંગે કારોબારી સભ્યો નીતિન ઠક્કર, પંકજબેન રામાણી, કમલ કારીયા, મીત પુજારા, હિતેશ ઠક્કર, હર્ષદ ઠક્કર, સંજય ઠક્કર, અરવિંદ ઠક્કર, દિલીપ ઠક્કર, રશ્મીકાંત ઠક્કર, ભરત રાજદે, પરેશ ઠક્કર, વ્યોમ કારીયા, ડો. અાલાપ અંતાણી, મધુભાઈ સંઘવી હાજર રહ્યા હતા.

માનવજ્યોત સંસ્થા, ભુજ: સંસ્થા દ્વારા ભુજના કામનાથ મહાદેવ મંદીરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં રોપા, તુલસીરોપા, ચકલીઘર, કુંડા તથા કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ કિરીટ સોમપુરા, શંકરભાઇ સચદે, બલવંતસિંહ વાઘેલા, સુરેશભાઇ મહેશ્વરી, પ્રબોધ મુનવર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ : ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે હાટકેશ સેવા મંડળ,માજી હોમગાર્ડ પરિવાર અને નાગરિક સ્વયં સેવકો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞા લેવાઇ હતી. શહેરના મંદિરોમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં વિભાકર અંતાણી, અનુપમ શુકલ,કિશોર મચ્છર, દર્શનાબેન મુન્શી,આશિષ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. વિશ્રામ બારોટ અને ઇસ્માઇલ જુણેજાએ સહકાર આપ્યો હતો.

ઉજાસ મહિલા સંગઠન: પર્યાવરણ દિને મી એન્ડ ટ્રી અભિયાન સાથે હરિયાળું બનાવવાના ઉમદા ઉદેશ્ય સાથે મુન્દ્રાની ઉજાસ મહિલા સંગઠને કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરી મિશનને સ્ટાર્ટ આપ્યો હતો. સામાજીક વનીકરણ વિભાગ અને હોટલ સુરભી ગ્રુપના સહયોગથી મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મિશન અંતર્ગત એક લાખ વૃક્ષ વાવવાની સાથે જતનની નેમ વ્યક્ત કરાઇ હતી કાર્યક્રમ મધ્યે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ આઈ મહેશ્વરી સંગઠનના તૃપ્તિબેન ઠાકર,કૈલાશબા જાડેજા સુરભી ગ્રુપના મહેશ આશર નિગમ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર નગરપાલિકા: અંજાર નગર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અનુલક્ષીને તથા વડાપ્રધાનના શાસનને 7 વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીની પૂર્ણાહુતિના ભાગ રૂપે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ પબ્લિક પાર્ક અંજાર મધ્યે રાખવામા આવ્યો હતો. જેમા અલગ-અલગ પ્રકારના 151 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.અંજાર નગર પાલિકાના અધ્યક્ષા લીલાવંતીબેન પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તો બીજી તરફ દૂધ સંઘ દ્વારા દર વર્ષે ફેડરેશનના સહયોગથી મંડળીઓને વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ગત વર્ષે સંઘના ડેરી પ્લાન્ટ, કેટલફીડ પ્લાન્ટ શીત કેન્દ્ર તથા દૂધ મંડળીઓને 30 હજાર છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચાલુ વર્ષ દરમિયાન આ ટાર્ગેટ બમણો કરી અને 60 હજાર વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવશે. ચાલુ વર્ષે દૂધ સંઘ દ્વારા અમુલ ફેડરેશનના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ જાપાનીઝ “મિયાવાકી” પધ્ધતિનો ઉપયોગ કરી અને હરિયાળું આત્મનિર્ભર એક ઘટાદાર નાના જંગલ જેવી જગ્યા તૈયાર કરવામાં આવશે.

ભચાઉ : વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુદરતી સ્ત્રોતોની જાણકારી પર્યાવરણનું સંરક્ષણ કરવા બાબતેની એક દિવસીય ચર્ચા સભા અને વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે એન.એચ જાદવ, કેન્દ્ર્ના વડા ડૉ. એ. એચ. સિપાઈ, કચેરીના કર્મચારી, અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ: સંસ્થા દ્વારા નવનિર્માણ પામતા ધર્મસ્થાનોના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિન પહેલા જનજાગૃતિ અભિયાન છેડ્યું છે. પરેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિનેશ સચદે, પંકજકુમાર વ્યાસ સહિતના અભિયાનમાં જોડાયા હતા.

નખત્રાણા : શ્રી સાઈ જલારામ મંદિર રેંજ ફોરેસ્ટ ઓફિસ નખત્રાણા દ્વારા તુલસી તેમજ અન્ય રોપાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જયસુખ પટેલ આર.એફ.ઓ. પશ્ચિમ રેન્જ નખત્રણાના મોરી, કરણસિંહ રાજપુત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મીરજાપર:મીરજાપરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્ર્મમાં શૈલેષ પરમાર, વસંત ભદ્રુ, અર્પિતા ચૌહાણ, કાજલ શર્મા, વિરાલી શાહએ જહેમત ઊઠાવી હતી.

ચાવડકા: નખત્રાણા તાલુકાના ચાવડકા ગામની પ્રાથમિક શાળામાપચાસ જેટલા વિવિધ ફુલ છોડ વાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અશોક પાટીલે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. શાળા પરિસરમાં આજે દોઢસો જેટલા વૃક્ષો પર્યાવરણની શોભા વધારી રહ્યા છે. તેમજ શાળાથી બહાર, રસ્તાની બાજુએ અંદાજિત દોઢ થી બે કિલોમીટર જેટલા વિસ્તારમાં લોક સહકારથી પોણા બસો જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તેનું જતન પણ કરાય છે.

નરેડી ગ્રામ વિકાસ સમિતિ: અબડાસા તાલુકાના નરેડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીલ્લા પંચાયત સદસ્ય પુરૂષોત્તમ મારવાડા, ગામના પૂર્વ સરપંચ કાનજી બુચીયા, જુસા રાયમા અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

પીંગ્લેશ્વર ગૌશાળા: ખાતે પરિક્ષેત્ર વન અધિકારી આર.ડી.ગઢવી તથા આર.કે.સોઢાના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજિક વનીકરણ રેન્જ -નલિયા, ઉત્તર તથા દક્ષિણ રેન્જ નલિયાનો સ્ટાફ, ગૌશાળાના સ્થાનિક ટ્રસ્ટીઓ દ્વારા 100 રોપઓનું વાવેતર કરાયું હતું અને 1000 રોપાનું વિતરણ કરાયું હતું.

ભચાઉ શહેર ભાજપ: અગ્નિ સાધના કરનાર સંત પંકજ મુની બાપુ દ્વારા મોર્ડન સ્કુલની બાજુમાં હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી, ઉમિયાશંકર જોશી, ભરતસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, ભચાઉ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું.

વર્માનગર: વર્માનગર ખાતેની શ્યામજી કૃષ્ણવર્મા વિદ્યાલયના પ્રાંગમાં ઉપસ્થિત અધિકારીઓ, આગેવાનોના હસ્તે વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાલયના આચાર્ય શૈલેષભાઇએ પર્યાવરણ જાગૃતિ અંગે સમજ આપી હતી.

પાન્ધ્રો:એસ.કે. વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ઼. આચાર્ય મહેતા સહિતનાે સ્ટાફ વૃક્ષારોપણમાં જોડાયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં વૃક્ષોનું વાવેતર કરી બગીચાે બનાવ્યો છે અને વૃક્ષોનું જતન કરવાની નેમ વ્યક્ત કરી હતી.

માધાપર નવાવાસ : ત્રિકોણબાગમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે નવાવાસના ઉપસરપંચ અરજણભાઈ ભુડિયાએ જણાવેલ હતું કે ચાર વર્ષ પૂર્વે અહીં વૃક્ષારોપણ કરાયું હતું જે વૃક્ષોની માવજતના કારણે આજે ઘટાદાર વૃક્ષો લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થયા છે પંચાયતની ટિમ દ્વારા વૃક્ષોની જાણવણી કરશે,આજે જ્યારે પર્યાવરણનો સોથ વળી રહ્યો છે ત્યારે નવાવાસ પંચાયત દ્વારા પર્યાવરણની કરવામાં આવતી કામગીરી નોંધનીય કઈ શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...