તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકગીત:‘કાનો દ્વારિકાવાળો રે..’ લોકગીતનું થયું મ્યુઝિક પ્લગિંગ

ભુજ20 દિવસ પહેલાલેખક: ડૉ. પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક
  • પોતાના જ ઘરમાં લોકગીતનું શૂટિંગ કરાવ્યું, રીલીઝ થયાના બે દિવસમાં હજારો લોકોની પસંદ બની
  • કચ્છી યુવાનને જુનાં લોકગીતો ગાવા વધુ ગમે છે

‘કાનો દ્વારિકાવાળો રે....’ સદી જૂનું આ ગીત જ્યારે રાજેશ નવી અદા સાથે રજૂ કરી રહ્યો છે, ત્યારે તેની લોકચાહના દિવસેને દિવસે વધી રહી છે. આ ગીત યુટ્યુબ પર રીલીઝ થયાના બે દિવસમાં જ દસ હજારથી વધુ લોકો તેને નિહાળી ચૂક્યા છે. ગોકુળ, દ્વારિકા, ગોપી, માખણ, મુરલી એ બધા શ્રીક્રુષ્ણના પ્રેમરસના ભક્તિરસના પ્રતિક છે, આ લીલા-સંવાદને સંગીતમય લયમાં રજૂ કરવાનો પ્રયાસ રાજેશ આહિરે ‘કાનો દ્વારિકાવાળો રે....’ ગીતમાં કર્યો છે.

આખા ગીતનું શૂટિંગ રાજેશે તેના ઘરમાં કરાવ્યુ છે. જ્યારે ચોટદાર સંગીતના પરંપરાગત વાદ્યો વાગે અને મધમધૂરો કંઠ સૂર રેલાવે ત્યારે મનડું મોહી ઊઠે છે. આજના સમયનો આ દીકરો સંપૂર્ણપણે લોક સંસ્કૃતિ અને પરંપરાને માને છે. માતાપિતા અને સામાજિક સંસ્કૃતિ તો તેને હેઠે મળી છે, પણ આ બધાને સાથે લઈને ચાલવું એ મોટી વાત છે. મૂળ ધાણેટીનો આ યુવાન માત્ર ગાતો નથી પણ તેણે પસંદ કરેલા અને ગાયેલા ગીત પાછળની લોકવાહિકાનું પણ તેને સભાનપણે ભાન છે. ત્રણ વર્ષ પહેલાં માત્ર સત્તર વર્ષની ઉંમરે રાજેશે અન્ય બે મિત્રોને સાથે ‘જેલી સ્યૂટ પ્રોડકશન હાઉસ’ ખોલ્યું છે. જો પરંપરાગત અને આધુનિક લોકવાદ્યોનો ઉપયોગ કરીને સંગીત તૈયાર કરવામાં આવે અને જૂના ગીતો કે ભજનોને નવા લહેકા સાથે રજૂ કરવામાં આવે તો યુવાઓને ખૂબ પસંદ પડે છે.

રાજેશ આજનાં સમયની માંગ જાળવી રાખીને, આજની પશ્ચિમી સંસ્કૃતિ દ્વારા મળેલી ભૌતિક સુવિધાઓને સાથે રાખીને, સમુચિત લોક પરંપરાનું પાલન કરી રહ્યો છે. આ ગીતકાર રાજેશ સાથે શિવમ ગુન્દેચાનએ સંગીત આપ્યું છે અને નિર્દેશન નંદવિર આહિરે કર્યું છે. આ સિવાય સારંગ અધિકારી, કેયૂર સોલંકી, કારણ જોશી, કેવલ સોલંકી,અવની ગોસ્વામી, આરતી પિત્રોડા, માધવ ડાંગરનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

રાજેશ, જાણીતા લોકગાયિકા અને દાનવીર સભીબેન આહિરનો દીકરો છે. તેઓ કહે છે કે, ‘રાજેશ 3 વર્ષનો હતો ત્યારથી મારી સાથે કાર્યક્રમમાં આવતો. તેણે અમદાવાદ ખાંડલેકર બ્રધર્સ (ઐશ્વર્યા મઝ્મુદારે ગાયન શિખેલું તેની) પાસે સંગીતની તાલીમ મેળવી છે. પોતાના દરેક આલ્બમ સોંગ પર રાજેશ પૂરેપુરી મહેનત કરે છે. વિઝુયલ માટેની થીમ, લોકેશન, લિરિક્સ, રાગ, પહેરવેશ તમામ બાબતો જાતે નક્કી કરે છે અને આ તમામ વ્યવસ્થા વચ્ચે ઓરિજિનિટી જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખે છે.’

ડીવોશનલ સોંગ્સમાં પવિત્રતા સદાબહાર છે: રાજેશ આહિર
રાજેશ કહે છે કે ‘હું પ્રખ્યાત થવા માટે નહીં, દિલથી આનંદ આવે છે એટલે ગાઉં છું. મારી આ કળા મારા દિલમાંથી ઉપજેલું શૂકુન છે, સુખ છે એટલે જ મને વોઇસ ટ્યુનિંગ કરાવવાની જરૂર પડતી નથી, તે કોઈ દિવસ બિકાઉ બનશે નહીં અને.’

અન્ય સમાચારો પણ છે...