ધરપકડ:2.87 લાખના ચોરાઉ કેબલ સાથે કંડલાના ચાર ઝડપાયા

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલામાં નોંધાયેલા ગુનામાં ટીમ ઉતારાઇ હતી

કંડલા મરીન પોલીસ મથકે વાયર ચોરીનો ગુનો દર્જ થયો હતો, જે બનાવમાં પોલીસે 2.78. લાખના ચોરાઉ કેબલ સાથે નવા કંડલાના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. કંડલા મરીન પોલીસે મુદ્દામાલ સાથે તમામની અટકાયત કરી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મરીન પોલીસ અલગ અલગ ટીમો બનાવી વાયર ચોરીના ગુનો શોધવા પેટ્રોલિગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. કંડલામાંથી ચોરાયેલો 223 મીટરનો જથ્થા સાથે હાજીભાઇ અામદભાઇ નિંગામણા, ઇસ્માઇલ અોસમાણ શેખ, કાદરભાઇ અામદભાઇ નિંગામણા, સુલતાનભાઇ હુશેન સોતા (રહે. નવા કંડલા, ગાંધીધામ)વાળાને 2,87,500ના જથ્થા સાથે પકડી લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...