તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:કંડલા એરપોર્ટ 40.6 ડિગ્રી સાથે કચ્છમાં સૌથી ઉષ્ણ

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજમાં પારો થોડો નીચે ઉતરતાં આંશિક રાહત

છેલ્લા બે દિવસથી ગરમીની દોડમાં ભુજ કરતાં આગળ નીકળેલા કંડલા એરપોર્ટ મથકે મહત્તમ વધુ ઉંચકાઇને 40.6 રહેતાં કચ્છમાં પ્રથમ અને રાજ્યમાં છઠ્ઠા ક્રમે રહેતાં ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારમાં કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. ભુજમાં પારો આંશિક નીચે ઉતરીને 39 પર અટક્યો હતો જેને લઇને આંશિક રાહત રહી હતી.

કંડલા (એ) મથકે સતત બીજા દિવસે ઉંચું તાપમાન 40થી ઉપર રહ્યું હતું જેની અસર તળે ગાંધીધામ અને અંજાર સહિતના શહેરીજનો ગરમીથી અકળાયા હતા. મધ્યાહ્ને સૂર્ય નારાયણના આકરા તેવરથી બચવા લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. દિવસભર પશ્ચિમ-દક્ષિણ દિશાએથી પ્રતિ કલાક સરેરાશ 10 કિલો મીટરની ગતિએ ફુંકાયેલા ગરમ પવને ગરમીની ધાર વધારી હતી. ન્યૂનતમ 22 ડિગ્રી રહેતાં મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી.

જિલ્લા મથકે આંશિક રીતે ઉતરેલો પારો 39 ડિગ્રીએ સીમિત રહેતાં ગરમીમાં થોડી રાહત રહી હતી. નીચું તાપમાન 22.3 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં ઉંચું ઉષ્ણતામાન 35 ડિગ્રી જ્યારે ન્યૂનતમ 20.2 રહેતાં ગરમીનો ડંખ નહિવત અનુભવાયો હતો. બંદરીય કંડલા ખાતે વધુમાં વધુ 36.9 જ્યારે ઓછું 23.1 ડિગ્રી નોંધાયું હતું.

શુક્રવારથી બે-ત્રણ ડિગ્રીના વધારા સાથે ગરમીનું જોર વધશે
કચ્છમાં બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના નહિવત છે જ્યારે શુક્રવારથી બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ગરમીનું જોર વધશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો