તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Kandla: A Case Has Been Registered Against The Driver Of A Private Company Bus For Violating The Declaration By Placing 65 Persons In The Bus.

કાર્યવાહી:કંડલામાં ખાનગી કંપનીની બસમાં 65 વ્યક્તિ બેસાડીને જાહેરનામા ભંગ કરવા બદલ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા પોલીસની વાહન ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન કાર્યવાહી કરાઇ

કચ્છમાં કોરોના બીમારીને કાબુમાં લેવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. ગાંધીધામ અને ભુજમાં આંશિક બંધ સાથે રાત્રી કરફ્યુની અમલવારી માટે પોલીસ તંત્ર સક્રિય કામગીરી બજાવી રહ્યું છે. તેમ છતાં લોકો જાહેરનામાનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. જે ઘાતક સાબિત થઈ શકે છે.

ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા બસ ચાલક સામે ગુનો દાખલ

પૂર્વ કચ્છના કંડલા ખાતે આવીજ એક જાહેરનામા ભંગની ઘટના સામે આવી હતી. જેમાં એક બસની અંદર એક સામટા 65 વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા હતા. મોડી સાંજે કંડલાના જીરો પોઇન્ટ સર્કલ પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી ચાલી રહી હતી. ત્યારે એક ખાનગી કંપનીની આયસર બસ નંબર જીજે12 બિટી 8330 વાળીને અટકાવી તેમાં તપાસ કરતા 65 વ્યક્તિ મળી આવ્યા હતા. જે સબબ ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા બસ ચાલક વિરાભાઈ વણકર વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...