દુર્ઘટના:ભચાઉ કન્યા શાળામાં દીવાલ ચણતી વેળાએ પડી જતા કડિયાએ જીવ ખોયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છાતી અને માથામાં ગંભીર ઇજાઓ થતાં શ્રમિક મોતને ભેટ્યો

ભચાઉ ખાતે આવેલી કન્યા શાળામાં ગુરૂવારે દીવાલ ચણતરનું કામ કરી રહેલા 42 વર્ષીય શ્રમિક અકસ્માતે નીચે પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર કારગત થાય તે પહેલા જ દમ તોડ્યો હતો.આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ બનાવ ગુરૂવારે સવારે નવ વાગ્યાના અરસામાં બન્યો હતો.

મૂળ બિહાર અને હાલે ભચાઉમાં રહેતો 42 વર્ષીય પ્રભુ લક્ષ્મણ પંડિત નામનો શ્રમજીવી ભચાઉ કન્યા શાળાની દીવાલમાં પ્લાસ્ટર કરી રહ્યો હતો. જ્યાંથી તે અચાનક પડી જતા તેને છાતી તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર સાંપડે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતુ. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...