તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેટાઇઝ હોટેલ ફરી વિવાદમાં:ઇદ પૂર્વે જ બકરી મુદ્દે મહિલા અને સસરાને બે શખ્સોએ માર માર્યો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરની દિવાલ તોડી વૃદ્ધને ધોકાવાયો
  • માંડવીમાં કોર્ટ કેસવાળી જમીનમાં પ્રવેશ મુદ્દે બે જુથ વચ્ચે પથ્થરમારો

બકરી ઇદને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજના ભીડનાકા બહાર ભુતેશ્વર રોડ આઝાદ ચોક પાસે મહિલાએ પોતાની બકરી વિશે ત્યાં ઉભેલા બે શખ્સોને પુછતા તે ઉશ્કેરાઇ જ મહિલા અને તેના સસરાને માર માર્યો હતો. તો પેરેડાઇઝ હોટેલ પાસે ગત સપ્તાહે પોલીસ બંદોબસ્ત સાથે મંદિરની દિવાલ ચણાઇ હતી જે તોડીને વૃદ્ધને ભાઇ-ભત્રીજાએ માર માર્યો હતો. બીજી તરફ માંડવીની એક જમીનનો કોર્ટ કેસ ચાલુ હોવા છતા પ્રવેશ કરી કામ ચાલુ થતા મામલો બિચકયો હતો અને બે જુથ વચ્ચે પત્થરમારો થયો હતો.

ભુજ શહેરના ભીડનાકા બહાર આઝાદ ચોક પાસે રહેતી સાબેર મહમદહુશેન ખારા (મિયાણા) પોતાની બકરી વિશે રીયાઝ ભચુ મેમણ અને નુરમામદ મણકાને પુછતા કરતા બંને જણા ઉશ્કેરાઇ જઇ કહ્યું કે, તારી બકરી વિશે મને શુ કામ પુછે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ માર માર્યો હતો, તો સસરા વચ્ચે પડતા તેને પણ બંને જણાએ માર માર્યો હતો. બી ડિવિજન પોલીસ મથકે બંને સામે ગુનો નોંધાવાયો હતો. બીજી તરફ, પેરેડાઇઝ હોટેલ પાસે ગત સપ્તાહે પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ ચણવામાં આવી હતી, જે દિવાલ તોડી પડાતા માધાપરમાં રહેતા જયંતીભાઇ વેલજી સોનેતાએ તેમના ભાઇ-ભત્રીજા વિગેરે સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શિવ મંદિરની ફરતે બાઉન્ડરી વોલ ચણી દેવાતા અવર જવરનો રસ્તો બંધ થઇ જતો હોવાથી ભાઇ-ભત્રીજાએ દિવાલ તોડી પાડી હતી, જયંતીભાઇએ દિવાલ અંગે પુછતા ભત્રીજા બકુલ સોનેતા અને પિયુષ ઉર્ફે પીન્ટુ હરીલાલ સોનેતા, નાના ભાઇના પત્ની વર્ષાબેન મહેન્દ્રભાઇ તેમજ નિતિન વેલજી સોનેતા સામે ફરિયાદ નોંધાવી હતી. આ જમીનનો વર્ષો જૂનો વિવાદ છે જે ફરી વિવાદમાં આવ્યો છે અને મામલો પોલીસ દફતરે નોંધાયો હતો.

માંડવીની જમીનમાં કોર્ટ કેસ ચાલુ હોવા છતાં તેમાં પ્રવેશી અને કામકાજ કરવાના મુદ્દે બે જુથ વચ્ચે પત્થરમારો થયો હતો. ગની અલીમામદ બકાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ માંડવીની બકાલી વાડીના સર્વે નંબર 211-1 સંયુકત માલિકીની જમીન બાબતે કોર્ટ કેસ ચાલુ છે છતાં મામદ ઓસમાણ બકાલી, સલીમ મામદ બકાલી, કાસમ સાલેમામદ બકાલી, રમજુ સાલેમામદ બકાલી, સાલેમામદ ઓસમાણ બકાલી તથા અજાણ્યા ચાર મહિલા અને ચાર પુરુષોએ બોલેરો અને જેસીબી લઇ જમીનમાં પ્રવે કરી ખોદકામ શરૂ કર્યું હતું, ફરિયાદીએ ખોદકામ કરવાની ના પાડતા પથ્થરોથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી અને ફાતમાબાઇ, સુગરાબાઇને ઇજાઓ પહોંચી હતી.

ભુજના કિશોરભાઇ ચંદુલાલ ગઢેચા (જૈન)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આ જમીનના પાવરદર છે અને પ્લોટમાં ચાલતુ કામ જોવા ગયા ત્યારે આરોપી સુગરા જુસબ બકાલી, ફાતમા ગની અલીમામદ, ગુલસનબેન અલીમામદ બકાલી, ફાકુ બબલો બકાલી, ઇકબાલ બબો બકાલી, ઝુબેર બબો, અનવર બબો, અબ્દુલસતાર બકાલી અને ગની અલીમામદ બકાલીએ ગેરકાયદેસર મંડળી રચી, સાહેદો, મજુરો અને જેસીબી પર પત્થરો ફેંકી જેસીબીના કાચ તોડી નાખ્યા હતા. બંને પક્ષે સામસામી પચ્ચીસ જેટલા આરોપી સામે ફોજદારી નોંધાતા માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માધાપરની પરિણીતાને પતિ-સસરાએ ધોકા વડે માર્યો
માધાપરની હરીપુર સોસાયટીમાં રહેતા સવિતાબેન ડો-ઓ રાધુભાઇ અાહીર પોતાના પતિથી અલગ રહે છે, સોમવારે સાતેક વાગ્યાના અરસામાં કુકમા વિસ્તારમાં પોતાના પતિ જોડે મકાનનુ ભાડુ લેવા જતા પતિ અને સસરાએ ધોકા વડે માર માર્યો હતો, હાથમાં સામાન્ય ઇજાઓ થતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

કેરા પાસે બાઇક ચાલકને માથામાં પાઇપ ફટકાર્યો
ભુજ તાલુકાના કુંદનપર કેરા ગામે રહેતા કારા સુમાર કોલી બાઇકથી ગજોડ ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે ઇબ્રાહમ ઇસ્માઇલ કોલીએ માથામા તથા પીઠના ભાગમાં પાઇપથી માર માર્યો હતો, જેને સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...