તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:BSNL કચેરીમાં મહિલા કર્મી પર જુનિયર એન્જીનીયરનો હુમલો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં નાસ્તાની ના કરતાં અધિકારી તાડુક્યો
  • જાનથી મારી નાખવાની ધમકી આપતાં નોંધાયો ગુનો

ભુજ બીએસએનએલની કચેરીમાં ઓફિસરૂમમાં નાસતો કરવાની ના કહેતા જુનિયર એન્જીનીયરે સહકર્મચારી મહિલાને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ગણેશનગરમાં રહેતા અને બીએસએનએલમાં નોકરી કરતા સીતાબેન જમનાપ્રસાદ તિવારી (ઉ.વ.44)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ શુક્રવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી મહિલાની ઓફિસમાં ગયા ત્યારે તેમની ઓફિસમાં સુમરાસર બ્રાન્ચમાં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા પવનભાઇ તેમના સબંધીઓ સાથે નાસતો કરી રહયા હતા.

ત્યારે ફરિયાદી મહિલાએ નાસતો જનરલરૂમમાં કરો મારી ઓફિસમાં નહીં તેવું કહેતા આરોપી પવનભાઇએ આ ઓફિસ તારા બાપની નથી. તુ ઓફિસની ચોકીદારો છો તેમ કહી ઉસ્કરેાઇ જઇને ફરિયાદી મહિલાને લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી. મહિલાએ રાડા રાડ કરી મુકતાં અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...