તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાંતિ દિવસની ઉજવણીની ટિકા:જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કોંગ્રેસના વિરોધને પોલીસે ગણતરીની મિનિટોમાં પૂરો કર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં સોમવારે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કચ્છ જિલ્લા કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય સરકારે પાંચ વર્ષ પૂરા કર્યાની ઉજવણીનો વિરોધ કર્યો હતો, જેમાં ભાજપે ખેડૂતોને ખેતમજુર કરી દીધાના મત સાથે ક્રાંતિદિવસની ઉજવણીની ટિકા કરી હતી. પરંતુ, પોલીસે ગણતરીની મિનિટોમાં સાૈને વાહનમાં બેસાડી ખસેડ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા દ્વારા સમગ્ર રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેમાં ગુજરાત સરકારની નિષ્ફળતાઅોની ઉજાણી, શરમ કરો રૂપાણીના નારા સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના અાદેશથી જિલ્લા મથક ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે પ્રદેશ મંત્રી કલ્પના જોષી, જિલ્લા પ્રવકતા ગની કુંભાર, દિપક ડાંગર, ગોવિંદ દનિચા, ધીરજ રૂપાણી અને અંજલિ ગોરના નેતૃત્વમાં દેખાવો યોજાયા હતા.

કલેકટર કચેરી તરફ નારાણ બળિયા, ભચુભાઈ પિંગોલ, શેરબાનુ ખલીફા, મુસ્તાક હિંગોરજા, અાકીબ સમા, દશરથસિંહ ખંગોરત, હમીદ સમા, રજાક ચાકી, મહેબૂબ પંખેરીયા, રવિ ડાગર, હુસેન જામ સહિતના કાર્યકરો કૂચ કરતા હતા ત્યારે પોલીસે અટકાવ્યા હતા. કલ્પના જોષીઅે જણાવ્યું હતું કે, કોંગ્રેસે 18 વર્ષની ઉંમરે યુવાનોને મતાધિકારી અપાવ્યો, મહિલાઅોને 50 ટકા અનામત, સાંથણીમાં જમીન, ગામેગામ ગાૈમાતા માટે ગાૈચર, ગરીબોને મફત ઘરથાળ પ્લોટ સહિતના ક્ષેત્રે ક્રાંતિ સર્જી સમાજનો સર્વાંગી વિકાસ સાધ્યો હતો. પરંતુ, ભાજપ સરકારે પ્રજાવિરોધી અને ઉદ્યોગપતિઅો તરફી નીતિ અપનાવી છે.

અન્ય સમાચારો પણ છે...