તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોરોનાને રોકવા ભુજમાં જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમો હરકતમાં આવી

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
કડકાઇ સાથે માનવીય અભિગમ દાખવી માસ્ક વિતરણ. - Divya Bhaskar
કડકાઇ સાથે માનવીય અભિગમ દાખવી માસ્ક વિતરણ.

ભુજ સહિત કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તેમાટે જિલ્લા મથક ભુજમાં જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમોએ કડકાઇ સાથે માનવી અભિગમ દાખવી માસ્કનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભુજ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહામારીનું સંક્રમણ દિવસા-દિવસે વધી રહ્યું છે તેમ છતાં લોકો સામાજિક અંતર જાળવતા નથી કે, માસ્ક પહેરતા નથી.

કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે મંગળવારે મોડી સાંજે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમો શહેરના માર્ગો પર ઉતરી હતી અને લોકોને સમજાવી, માસ્કનું વિતરણ કર્યું હતું. પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, પોલીસ, રેવેન્યૂ અને પાલિકાના કર્મીઓને સાથે રાખી જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમોની રચના કરવામાં આવી છે, જેઓ શહેરની હોટેલ, રેસ્ટોરેન્ટ અને ધાર્મિક સ્થળોએ ગાઇડલાઇનનું પાલન કરાવશે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આગામી દિવસોમાં આ ટીમો પણ આ ટીમો સતર્ક રહી કડકાઇ સાથે માનવીય અભિગમ દાખવી ઝુંબેશ ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો