કાર્યવાહી:ઓવરલોડનું દુષણ ડામવા પોલીસ અને આરટીઓનું સંયુકત ચેકિંગ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેખપીર ચેકપોઇન્ટ પાસેથી પસાર થતા વાહનોને દંડ ફટકાર્યો
  • ​​​​​​​પદ્ધર પોલીસ અને ચેકપોઇન્ટ ઇન્સ્પેકટરો સાથે રહી કાર્યવાહી કરી

અોવરલોડ દોડી રહેલા મોટા વાહનોને કારણે સરકારી તીજોરીને નુકસાન પહોંચી રહ્યું છે, તો માર્ગ અકસ્માતનો પણ ભય રહેતો હોય છે. શેખપીર ચેકપોઇન્ટના ઇન્સ્પેકટરો અને પદ્ધર પોલીસે અોવરલોડના દુષણને ડામવા સંયુકત ચેકીંગ હાથ ધર્યું હતું. પંથકમાં દોડી રહેલા અનેક વાહનો અોવરલોડના દંડનો ભોગ બન્યા હતા.

શેખપીર ચેકપોઇન્ટ પર ત્રણ શીફટમાં અાર.ટી.અો. ઇન્સ્પેકટરો તૈનાત હોય છે. પશ્ચિમ કચ્છ અેસ.પી.ને અોવરલોડ વાહનો દોડતા હોવા અંગે ફરિયાદ પહોંચતા પદ્ધર પોલીસે અાર.ટી.અો.ને સાથે રાખી સંયુકત ચેકિંગ હાથ ધર્યું હતું. શેખપીરથી કુકમા તેમજ પદ્ધર માર્ગે જઇ રહેલા વાહનોને મેમો અપાયા હતા. અોવરલોડ ટ્રક દોડાવતા ટ્રાન્સપોર્ટરોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

અાર.ટી.અો. ઇન્સ્પેકટરો અને પોલીસની ટીમે અોવરલોડના દુષણને ડામવા માટે ખાસ સંયુકત ચેકિંગ હાથ ધર્યું હોવાનું અને 50થી વધુ વાહન ચાલકોને મેમો ફટકાર્યા હોવાનું અાંતરીક સુત્રોઅે જણાવ્યું હતું.નોંધનીય છે કે, સરકાર તરફથી છેલ્લા થોડા સમયથી દરેક વાહનમાં ત્રણ-ત્રણ ટન વજન વધારો પણ કરી દેવામાં અાવ્યો છે, તેમ છતાંય અમુક ટ્રાન્સપોર્ટરોને સંતોષ થયો ન હોય તેમ પાંથી અાઠ ટન અોવરલોડ પરીવહન કરતા હોય છે, અેવા વાહન ચાલકો ખાસ ચેકિંગમાં દંડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...