ભાસ્કર વિશેષ:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ગડા પરિવાર સાથે ભુજ બીએપીએસમાં દર્શનાર્થે આવ્યા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફેદ રણ, કોટેશ્વર અને માતાના મઢ દર્શન કરી આજે જશે ગાંધીધામ

ઘણી ફિલ્મોમાં નાના મોટા રોલ કરી હિન્દી ફિલ્મમાં અભિનય દ્વારા પ્રવેશ કરનાર દિલીપભાઈ જોશી-જેઠાલાલની જિંદગીમાં એક સમયે એવું હતું કે તેમની પાસે કંઈ જ કામ નહોતું એવા સમયે પ્રમુખસ્વામીએ એટલે કે પૂજ્ય બાપાએ આશીર્વાદ આપ્યા અને પછી તેમને તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર મળ્યુંને પછી આખો દેશ ઓળખતો થયો, ત્યારથી દિલીપભાઈ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી બની ગયા છે.

આજથી છ વર્ષ અગાઉ લોકપ્રિય સિરિયલમાં જેઠાલાલ કચ્છના સફેદ રણમાં ભૂલા પડી અને પાકિસ્તાન પહોંચી ગયા હતા, પરંતુ આ વખતે તેમના માતા પિતા અને પરિવાર સાથે ફરવા આવ્યા છે. સોમવારે સફેદ રણની મજા માણી રાત્રે ભુજ મુન્દ્રા રોડ સ્થિત બીએપીએસ મંદિરે રોકાયા બાદ મંગળવારે બપોરે કોટેશ્વર નીકળી ગયા હતા. મહાદેવના દર્શન કરી અને માતાના મઢ સાંધ્ય આરતી કરી ભુજ પરત આવ્યા હતા. આજે ગાંધીધામ નીકળી જશે.

સૌથી વધુ એપિસોડ પૂર્ણ કરનાર હિન્દી સીરિયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ભચાઉના વાતની તરીકે એક કરછીનું પાત્ર ભજવે છે. અહીંનું આકર્ષણ છે, માટે જ વારંવાર કચ્છની મુલાકાત લેવાની ઈચ્છા થાય છે એવું કહેતા સરહદી જિલ્લાની ઉષ્મા તેમને ખેંચી લાવે છે તેવું ઉમેર્યું હતું.

દેશદેવી આશાપુરા માતાજી મંદિરે શીશ ઝુકાવ્યું
​​​​​​​દિલીપભાઈ જોશી તેમના પરિવાર સાથે માતાજીની માનતા ઉતારવા માતાના મઢમાં આવતા દર્શન માટે આવેલા પ્રવાસીઓ ઘેરી વળ્યા હતા. મંદિરના પૂજારી ધ્રુવરાજસિંહ ચૌહાણ, મઢ જાગીર વતી મયુરસિંહ જાડેજા તેમજ વેપારી અરવિંદભાઈ શાહે સન્માન કર્યું હતું.

રવિ સભામાં અચૂક ઉપસ્થિત રહે છે
પ્રમુખસ્વામીના પ્રખર અનુયાયી એવા જેઠાલાલ રવિ સભા ચૂકી ન જવાય એટલા માટે મુંબઈ આવીને સીધા દાદર સ્વામિનારાયણ મંદિરમાં ગયા હતા. મંગળવારે પણ ભુજમાં આવ્યા ત્યારે તેમણે તેમના પિતા વિઠ્ઠલભાઈ, માતા, પત્ની, સંતાનો અને બેન-બનેવી સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને સંતોના આશીર્વાદ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...