તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હંગામી બ્રેક:JCB ના ઓપરેટરો સાતમ-આઠમની રજામાં જતા બન્ની દબાણ હટાવ ઝુંબેશમાં હંગામી બ્રેક

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે 6 વાડા હટાવી વધુ 142 એકર જમીન ખુલ્લી કરાઇ
  • જન્માષ્ટમીથી અતિક્રમણ દુર કરવાની કામગીરી અવિરત રહેશે :DFO

ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ચરિયાણ જમીન પર ખેતીલાયક દબાણો હટાવવાની કામગીરીમાં ત્રણ દિવસ પછી વિરામ આવ્યો છે પ્રથમ તબક્કામાં ભીરંડીયારા ગામમાં દબાણો હટાવ્યા બાદ હવે સાતમ આઠમ પછી દબાણ હટાવ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવશે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ ભીરંડીયારાથી બન્ની દબાણ હટાવ ઝુંબેશના શ્રીગણેશ થયા હતા પ્રથમ દિવસ સોમવારે 11 વાડા હટાવી 210 એકર જમીન દબાણમુક્ત કરાઇ હતી બીજા દિવસે 17 વાડા હટાવી 320 એકર જમીન પરથી ખેતીલાયક દબાણો હટાવાયા હતા તો ત્રીજા દિવસે બુધવારે 6 વાડા હટાવી 140 એકર જમીનને તંત્રએ ખુલ્લી કરાવી હતી આ સાથે કાર્યવાહીમાં હવે વિરામ આવ્યો છે હવે જન્માષ્ટમી પછી ફરી દબાણ હટાવની કામગીરી કરવામાં આવશે.

બન્ની વનવિભાગના ઇન્ચાર્જ ડીસીએફ એમ.યુ.જાડેજાએ જણાવ્યું કે,ત્રણ દિવસમાં ભીરંડીયારી ગામમાં કુલ 34 દબાણો હટાવી 272 હેકટર જમીન એટલે કે 680 એકર જેટલી જમીન પરથી ખેતવિષયક દબાણો હટાવી લેવાયા છે દબાણ હટાવવા માટે 5 જેસીબી અને 5 લોડર સહિત 20 જણની ટિમ કામગીરીમાં જોડાઈ હતી જેસીબીના ઓપરેટરો કચ્છ બહારના વતની છે અને તેઓને સાતમ આઠમ ઉજવવા માટે વતનમાં જવું હોવાથી રજા રાખી છે જેથી ત્રણ દિવસ દબાણ હટાવ્યા બાદ આજથી આ કામગીરી હંગામી ધોરણે સ્થગિત રખાઈ છે જન્માષ્ટમી પૂર્ણ થતાની સાથે જ પુરજોશમાં આ કાર્યવાહી શરૂ કરી દેવાશે.

જેમાં તબક્કાવાર તમામ ગામડાઓને આવરી લેવાશે તેવું ઉમેર્યું હતું. દબાણ હટાવની આ કામગીરીમાં ફોરેસ્ટ વિભાગની સાથે ભુજ તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર સી.આર.પ્રજાપતિ અને સમગ્ર ટીમ તેમજ પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

ફરી દબાણ ન થાય તે માટે નોટિસબોર્ડ લગાવાયા
હાલમાં જે સ્થળે ખેતીલાયક દબાણો હટાવવામાં આવ્યા છે તે સ્થળે ફરી વાડા બંધાઈ ન જાય અને અતિક્રમણ ન થાય તે માટે નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે આ જમીન સરકારની માલિકીની છે અહીં કોઈએ પ્રવેશવું નહિ તે પ્રકારના લખાણ સાથેના બોર્ડ સરકારી જમીનો પર લગાવવામાં આવ્યા હોવાનું ડીસીએફ એમ.યુ.જાડેજાએ જણાવ્યું હતું.

ભીરંડીયારામાં હજી પણ 8-10 દિવસ કાર્યવાહી ચાલશે
બન્નીમાં ગેરકાયદે વાડા અને ખેતીના દબાણો હટાવવાની કામગીરી ભીરંડીયારાથી શરૂ થઈ છે જ્યાં ત્રણ દિવસ સુધી તંત્રએ સતત કામગીરી કરી 272 હેકટર જમીન તો દબાણ મુકત કરાવી દીધી છે પરંતુ આ ગામમાં હજી પણ દબાણોનો રાફડો હોવાથી 8 થી 10 દિવસ સુધી કાર્યવાહી ચાલે તેવી શકયતા છે બીજી તરફ હવે પછીના તબક્કામાં હોડકો,ડુમાડો સહિતના ગામો આવરી લેવાશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...