તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રુષિ:જંગીમાં રણતીડ નહીં પણ સ્થાનિક પ્રજાતિના છે : તંત્ર

સામખિયાળી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતી નિયામકની ટીમ તપાસ માટે સ્થાનિકે દોડી ગઇ

ભચાઉ તાલુકાના જંગીમાં રણતીડ દેખાયાના અહેવાલથી ખેતીવાડી નિયામકની ટીમ સ્થાનિકે દોડી ગઇ હતી.જંગી સીમ વિસ્તારમાં રણતીડ દેખાયાની વાત સ્થાનિક ખેડૂત કરીમ હુસેન રાઉમાએ સરપંચ રણછોડભાઇને કરતાં સરપંચે ખેતી નિયામકનો સંપર્ક કર્યો હતો, જેથી ટીમ સ્થાનિકે દોડી ગઇ હતી. ખેતી નિયામક નરેશ કુમારના જણાવ્યા મુજબ આ રણતીડ નથી પરંતુ સ્થાનિક પ્રજાતિ છે, જે પાકને નુકસાન કરતી નથી. તેમણે સબસિડી મળતી હોવાથી ગ્રામસેવકનો સંપર્ક કરી દવાનો છંટકાવ કરવા ખેડૂતોને જણાવ્યું હતું. તીડ નિયંત્રણ કચેરીના અધિકારી અશોક બારૈયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગે માત્ર બ્રિડિંગ વખતે રણતીડ કચ્છ આવતા હોય છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ હવે રણતીડની શક્યતા નથી. હાલે પાકિસ્તાનમાં નહિવત સંખ્યામાં છે. જંગીની જેમ જ શુક્રવારે લખપત તાલુકામાં પણ રણતીડ નહીં પરંતુ સ્થાનિક પ્રજાતિ જોવા મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો