તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જખૌ વન વિભાગના કર્મચારીને ઓનલાઇન બાઇકનો સોદો ભારી પડ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઇન્ડિયન આર્મીના કર્મચારીના નામે ધૂતારાએ નાણા પડાવી લીધા
  • ફેસબુક પર માર્કેટ એપમાં 27 હજારની બાઇક લેવાની લાલચમાં 57 હજાર ગુમાવ્યા

અબડાસાના જખૌ ખાતે વન વિભાગમાં રોજમદાર તરીકે નોકરી કરતા યુવાનને ફેસબુક પર માર્કેટ એપમાં 27 હજારની મોટર સાયકલની ખરીદમાં ઇન્ડિયન આર્મીના કર્મચારીના નામે ધૂતારાએ ઓનલાઇન 56,995ની રકમ બેન્કમાંથી ઉપાડી લઇ રૂપિયા કે, વાહન ન આપી વિશ્વાસધાત છેતરપીંડી કરતાં આરોપીઓ સામે જખૌ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત ઓકટોબર 2020ના તારીખ 4 અને 5 દરમિયાન બન્યો હતો. જખૌ ખાતે અબડા ફળિયામાં રહેતા અને જંગલ ખાતમાં સાત વર્ષથી રોજમદાર તરીકે નોકરી કરતા મહિપતસિંહ કારૂભા અબડા (ઉ.વ.31)એ પોતાના મોબાઇલમાં ફેસબુકમાં માર્કેટ નામની એપમાં 27 હજારની મોટર સાયકલ ખરીદી કરવા માટે જાહેરાતમાં આપેલા મોબાઇલ ફોન પર કોલ કરીને ઓર્ડર કર્યો હતો.

બાદમાં ફરિયાદના મોબાઇલ ફોન પર ઇન્ડિયન આર્મી પોસ્ટમાં કર્મચારી હોવાનું કહીને ચંદન ધર્મનાથસિંગનો ફોન આવ્યો હતો. અને બાઇકના બુકિંગ પેટે રૂપિયા જમા કરવા માટે એનએસડીએલ પેમેન્ટ બેન્ક ઇન ડીઆઇએએન આર્મીના ખાતા નંબર તથા કોડે દિનેશ સોબન નામના વ્યક્તિના આઇસીઆઇસીઆઇ બેન્કના ખાતા નંબર મોકલીને અલગ અલગ તબકામાં બન્ને ખાતામાં રૂપિયા ટ્રાન્ફર કરીને કુલ રૂપિયા 56,995 ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા. ભોગ બનાર ફરિયાદીએ જખૌ પોલીસ મથકમાં ચંદન ધર્મનાથ શીંગ અને કોડે દિનેશ સોબન નામના વ્યક્તિઓ વિરૂધ છેતરપીંડી વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...