તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારી પરથી પ્રતિબંધ હટી:જખાૈ બંદરે યાંત્રિક બોટ માટે ડિઝલ નહીં હોવાથી દરિયામાં જઇ ન શકી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે જ 450 પાસ ઇસ્યુ કરાયા પણ 50 ટકા રવાના ન થઇ શકી

ત્રણ માસના લાંબા વિરામ બાદ માછીમારી પરથી પ્રતિબંધ હટી જતા માછીમારોની સીઝન ખુલી હતી, જુદા જુદા જિલ્લામાંથી જખાૈ બંદરે 700 જેટલી યાંત્રિક બોટ માછીમારી કરવા માટે પહોંચી હતી. પ્રથમ દિવસે 450 જેટલી પાસ ઇસ્યુ કરાઇ હતી પણ અેકસામટે તમામ બોટને ડિઝલનો જથ્થો પુરી પાડી શકાય તેમ ન હોવાથી અમુક બોટ દરિયો ખેડવા જઇ શકી ન હતી. અેક સામટે તમામ બોટોઅે પાસ ઇસ્યુ કરાવી પણ ડિઝલનો પુરતો જથ્થો ન હોવાથી બીજા દિવસે અન્ય બોટોને જથ્થો પુરો પાડવામાં અાવ્યો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજયના ફિશરીઝ કમિશ્નર તરફથી દર વર્ષે બે માસ માટે માછીમારી પર પ્રતિબંધ લગાવાય છે પણ ચાલુ વર્ષે રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના એસોસિએશન અને માછીમારી મંડળો દ્વારા અેક માસ વધારાનું પ્રતિબંધ લગાવવા રજૂઅાત કરાઇ હતી જેને ધ્યાને લઇને પ્રતિબંધ વધારીને પહેલી સપ્ટેમ્બરથી સીઝન શરૂ થવાની જાહેરાત કરવામાં અાવી હતી. પ્રથમ દિવસે જ બુધવારે 450 જેટલી મોટી યાંત્રિક બોટોઅે દરિયો ખેડવા માટે પાસ ઇસ્યુ કરાવી હતી.

મત્સ્ય વિભાગની કચેરીઅેથી પાસ ઇસ્યુ કરાવી લેવાઇ પણ ડિઝલનો જથ્થો તમામ બોટોને પુરો પાડી શકાય તેટલો ન હોવાથી પ્રથમ દિવસે 300 જેટલી બોટો જ દરિયો ખેડવા રવાના થઇ હતી. સ્વાભાવિક છે કે સીઝન ખુલી હોવાથી પ્રથમ દિવસે તમામ બોટોઅે પાસ ઇસ્યુ કરાવ્યા હોય, પણ તમામ બોટોને ડિઝલ પુરો પાડી શકાય તેટલો જથ્થો ન હોવાથી અમુક બોટો બીજા દિવસે ગુરુવારે દરિયો ખેડવા માટે રવાના થઇ હતી.

ચાલુ વર્ષે ડિઝલના ભાવમાં તોતિંગ વધારો થયો છે ત્યારે માછીમારોને મોંઘવારીનો સામનો કરવો પડશે તેવુ અનુમાન લગાવાયું છે. બે દિવસમાં કેટલા પાસ ઇસ્યુ કરવામાં અાવ્યા તે અંગે ફિશરીઝ વિભાગના જવાબદાર દાફડાભાઇ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, બંદર પર કેટલા પાસ ઇસ્યુ થયા છે તેની વિગતો હજુ મુખ્ય કચેરીઅે અાવી નથી જેથી હાલ કોઇ માહિતી પુરી પાડી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...