તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં સતત બીજા વર્ષે:ભગવાન જગન્નાથજીની નગરયાત્રાને બદલે નીકળી ‘મંદિર પરિસર યાત્રા’

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં મુખ્ય રથયાત્રા અષાઢી બીજનાં દિવસે નીકળતી જગન્નાથપુરીની રથયાત્રા છે. આ દિવસે જગન્નાથપુરી ઉપરાંત અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે.

પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી નગરયાત્રા કરવામાં આવે છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.

નૂતન સ્વામિનારાયણ મંદિરમાં પરંપરા પ્રમાણે ભુજ શહેરના મુખ્ય રસ્તાઓ પર સત્સંગીઓની હાજરીમાં શોભાયાત્રા યોજાતી. ગત વર્ષથી કોરોના કાળમાં શહેરમાં ફેરવવાનો કાર્યક્રમ નથી રાખવામાં આવતા. મંદિરના પ્રાંગણમાં જ નિયત સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં શોભાયાત્રા નિકળી હતી. રથયાત્રાને પ્રસ્થાન સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ડૉ નીમાબેન આચાર્ય, નગરપતિ ઘનશ્યામ ઠક્કર સહિતના રાજકીય અગ્રણીઓ, સંતો મહંતોએ કરાવ્યું હતું.

રથને રસ્સા વડે ખેંચવાનો સાંખ્ય યોગી બહેનો, સત્સંગીઓ, સંતો, નગરજનોએ લાભ લીધો હતો. બાદમાં મહંત પુરાણી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા તેમજ આગામી દિવસોમાં બસ્સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેને ભગવાન શ્રીહરિના સદકાર્યો સાથે ઉજવવા પ્રેરણા આપી હતી. પચ્ચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું. }તસવીર : પ્રકાશ ભટ્ટ, રમેશ ખેતાણી

અન્ય સમાચારો પણ છે...