તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મિરજાપર અને માંડવીમાં જુગાર રમતા સાત મહિલા સહિત 13 ખેલીઓ 36 હજાર સાથે જબ્બે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે રોકડ સાથે 8 મોબાઇલ મળી 66,950નો મુદામાલ જપ્ત કર્યો

ભુજ નજીકના મીરજાપર અને માંડવીના ખારવા પાંચાડામાં જુગારના દરોડામાં સાત મહિલા સહિત 13 ખેલીઓ રૂપિયા 35,950ની રોકડ તેમજ 31 હજારના 8 મોબાઇલ સહિત રૂપિયા 66,950ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મીરજાપરના આંબેડકરનગરમાં રાત્રીના સવા વાગ્યે એલસીબીએ દરોડો પાડીને ઓટલા પર જાહેરમાં જુગાર રમાતા કિર્તીદાન ઝવેરદાન ગઢવી, રાજેશ શ્યામભાઇ પવાર, કરણસિંહ દેવુભા ચુડાસમા, રામગર સુરેશગર ગોસ્વામી, અરવિંદ મનજી મારવાડા, રવજી જેમલ મારવાડા સહિત છ શખ્સને રૂપિયા 25,300 તેમજ 25 હજારની કિંમતના 5 મોબાઇલ મળી 50,300ના મુદામાલ સાથે પકડી પાડીને ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે માંડવી પોલીસે શુક્રવારે સંજે ખારવા પાંચાડામાં રહેતા ચેતનાબેન કિશોરભાઇ ધાયાણીના ઘરની બાજુમાં દરોડો દરોડો પાડીને તીનપતીનો જુગાર રમતા ચેતનાબેન કિશોરભાઇ ધાયાણી, નીમીબેન શીવજીભાઇ ચાવડા, ઉષાબેન ઉપેન્દ્રભાઇ ઝાલા, ભાવનાબેન ધર્મેશભાઇ ચુડાસમા, ચેતનાબેન કિશોરભાઇ ધાયાણી, પાર્વતીબેન દિનેશભાઇ મીઠાવાલા, દમયંતીબેન નવીનભાઇ ભટ્ટ, ધનબાઇ હેમુભાઇ સંઘાર સહિત સાત મહિલાઓને ઝડપી પાડીને તેમના પાસેથી રૂપિયા 10,650 તથા મોબાઇલ નંગ ત્રણ 6 હજાર સહિત 16,650નો મુદામાલ કબજે કરીને તમામ મહિલાઓ વિરૂધ માંડવી પોલીસે જુગારઘારાની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ભુજમાં આંકડાનો જુગાર રમાડતો બુકીની ધરપકડ
સુરલભીટ રોડ પર વોરાના હજીરા પાસે પોલીસે દરોડો પાડીને વરલી મટકાનો જુગાર રમાડતા ઝાકીર આમદ બાયડ (ઉ.વ.38) રહે ચાંદ ચોક સુરલભીટ રોડ વાળાને રૂપિયા 890 તેમજ 5 હજારનો મોબાઇલ અને 15 હજારની બાઇક સહિત 20,890ના મુદામાલ સાથે પકડી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

ગુદાલામાં પણ આંકડો ચલાવતો યુવક ઝડપાયો
મુન્દ્રાના ગુદાલા ગામે બસ સ્ટેશન પર જાહેરમાં વરલી મટકાના આંક ફેરનો જુગાર રમાડતા હરેશ નારાણભાઇ મહેશ્વરી (ઉ.વ.23) રહે ગુંદાલાને પોલીસે રૂપિયા 1,160ની રોકડ તેમજ આંકડાના સાહિત્યો સાથે ઝડપી પાડ્યો હતો. મુન્દ્રા પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...