તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:નકલી નોટમાં પકડાયેલા MPના દંપતીને છેતરનારો જબ્બે, સસ્તા સોનાના નામે પૂર્વ નગરસેવિકાના પુત્રએ 14 લાખ પડાવી લીધા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ રાજસ્થાનના વેપારી સાથે 17 લાખની છેતરપિંડી કરી હતી

ગત સપ્તાહે મધ્યપ્રદેશનું દંપતિ ભુજની બજારોમાં નકલી નોટોથી ખરીદી કર્યા બાદ રેલવે સ્ટેશનેથી 12 લાખ રૂપિયાની નકલી નોટો સાથે દબોચાઇ ગયા હતા. જે દંપતિને ભુજના ચીટરે 14 લાખ રૂપિયામાં સસ્તા સોનાની લાલચ આપી શીશામાં ઉતારી લીધો હોવાની કેફીયત આપી હતી. એસઓજીએ પૂર્વ નગરસેવિકાના પુત્ર એવા નવાબ ઉર્ફે રોટીને ઉઠાવી લીધો હતો. મધ્યપ્રદેશના રતલામમાં રહેતા રાહુલ કસેરા અને મેઘા કસેરા 12 લાખ રૂપિયાની નકલી નોટો સાથે પકડાઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો, દરમિયાન એસઓજીની ટીમ બંનેને લઇ રતલામ પહોંચી હતી.

રિમાન્ડ દરમિયાન દંપતીને સરફરાજ અને સીકંદર નામના ચીટરોએ સસ્તા સોનાની લાલચ આપી પૈસા લઇ લીધાની કેફીયત આપી હતી. એસઓજીએ નવાબ ઉર્ફે રોટી હારૂન ત્રાયાને ઉઠાવી લીધો હતો. નવાબ પૂર્વ નગરસેવિકાનો પુત્ર છે જે અગાઉ રાજસ્થાનના વેપારી સાથે 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા બી ડિવિઝન પોલીસ મથકે પકડી ગુનો નોંધ્યો હતો. આંતરીક સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશનું દંપતિ પ્રથમ વખત નવાબના સંપર્કમાં આવતા નવાબે પાંચ લાખ રૂપિયા લઇને બિસ્કીટ આપ્યું હતું, જેથી એમપીના દંપતીને વધુ લાલચ જાગી હતી અને નવ લાખ રૂપિયા આપ્યા હતા પણ ચીટરોએ સોનુ આપ્યું ન હતું.

બાદમાં દંપતીને છેતરપિંડી થઇ હોવાની ભનક પડતા નકલી નોટો છાપીને ચીટરોને ચોપડવા માટે ભુજ આવી હતી અને ચીટરોને મળ્યા પૂર્વે તેણે બજારમાંથી ખરીદી કરી હતી અને દબોચાઇ ગયા હતા. આમ, 14 લાખ રૂપિયાની છેતરપિંડીના કિસ્સામાં એસ.ઓ.જી.એ નવાબને દબોચી લીધો હતો.

મુંબઇના શખ્સને 2.50 લાખ પરત આપવા પડયા
અગાઉ સરફરાજ નામની ઓળખ આપી નવાબ નામના ચીટરે મુંબઇના શખ્સ પાસેથી સસ્તા સોનાના નામે પૈસા પડાવી લીધા હતા. ભોગ બનનાર ભુજ પહોંચી આવ્યો હતો અને સરફરાજ નામ આપ્યું હતું. પોલીસે તેને ચીટરોના ફોટા બતાવતા નવાબને ઓળખી ગયો હતો, બાદમાં ગુનો નોંધાવવાનું ટાળ્યું હતું અને નવાબને અઢી લાખ રૂપિયા પરત આપવા પડયા હતા.

દંપતીના 7 દિવસના રીમાન્ડ પૂર્ણ
ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાયા બાદ સાત દિવસના રિમાન્ડ મંજુર થયા હતા, જે રિમાન્ડ બુધવારે પુર્ણ થયા હતા. એસ.ઓ.જી.ના એ. આર. ઝાલાનો સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કરાયા બાદ પણ ફોન નો રિપ્લાય થયો હતો.રીમાન્ડ પુર્ણ થયા બાદ બંનેને જેલ હવાલે કરાયા કે વધુ રીમાન્ડની માગણી કરાઇ તે જાણી શકાયુ નથી. તો બીજી તરફ, દંપતી સામે મધ્યપ્રદેશ રતલામમાં પણ નકલી નોટનો કેસ દાખલ થયો હોવાથી ત્યાંની પોલીસ પણ કબજો લેવા માટે આવશે તેવું જાણવા મળ્યું હતું.

નકલી નોટમાં પકડાયેલા શખ્સે ભુજના બે ચીટરો સામે નોંધાવી ફરિયાદ
નકલી નોટ કાંડમાં પકડાયેલા રાહુલ કૃષ્ણગોપાલ કસેરાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ભુજના ચીટર શરફરાઝ અને કાનજી પટેલ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. જેમાં બન્ને આરોપીઓએ 2018માં સસ્તા સોનાનું આપવાનો વિશ્વાસમાં લઇને 9 લાખ પડાવી લીધા હોવાનું અને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે રીઝવાન અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું છે કે, રીઝવાન અને સાગરીતોએ 4.30 લાખની ઠગાઇ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો